ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ, ઘટના પ્રકાશમાં આવ્યાના 15 દિવસ બાદ કાર્યવાહી

| Edited By: | Updated on: Apr 05, 2026 | 8:03 PM

ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં ડ્રાઈવર મોમીન પઠાણ સામે નીલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના પ્રકાશમાં આવ્યાના 15 દિવસ બાજ મદદનીશ કલેકટર પ્રતિભા દહિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે SDM પ્રતિભા દહિયા સામે પણ હિંદુ સંગઠનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

ભાવનગરમાં અશાંતધારા હેઠળ ઘટના પ્રકાશમા આવ્યા બાદ 15 દિવસે ફરિયાદ નોંધવામાં આવી છે. મદદનિશ કલેક્ટર પ્રતિભા દહિયાએ ડ્રાઈવર મોમીન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડ્રાઈવર મોમીન પઠાણ સામે 14 લાખની લાંચ માગવાનો આરોપ છે. જે મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મોમીન પઠાણે કચેરીના નામનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ગેરકાયદે લેવડદેવડ અને દસ્તાવેજોને અનધિકૃત રીતે લીક કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોએ SDM પ્રતિભા દહિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

હિંદુ સંગઠનના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે ભાવનગરમાં અશાંતધારો હોવા છતા પણ રાજકીય સાઠ ગાંઠ અને દબાણના કારણે દસ્તાવેજ વિના ફાઈલો મંજૂર થઈ રહી છે અને સામાન્ય લોકો પર દબાણ કરી મકાનોના સોદા કરાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં SDMના ડ્રાઈવરનું લાંચકાંડમાં નામ સામે આવતા ફરી મામલો ગરમાયો છે અને અશાંતધારો લાગુ થયા પછી થયેલા 3 હજાર દસ્તાવેજોની ફાઈલની તપાસ કરવાની માગ કરવામાં આવી. સમગ્ર કેસમાં જો કોઈ દોષિત જણાય તો તેની સામે કડક પગલા લેવાની માગ કરી. આ મામલે પૂર્વ હિંદુ યુવા સંગઠનના પ્રમુખ અશોક ગોહિલે 3 હજાર પૈકી 1500 ફાઈલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો અને તમામ ફાઈલોની તપાસની માગ કરી.

સોનાના ભાવમાં 17 વર્ષનો સૌથી મોટો ઘટાડો… શું આ ખરીદીની શ્રેષ્ઠ તક છે કે હજુ મોટી મંદી બાકી છે?

Published on: Apr 03, 2026 08:37 PM
Follow Us