મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો બન્યો ભંગાર, બે વર્ષ વિતવા છતા વિદ્યાર્થીઓને લાભથી રખાયા વંચિત-Video

|

Nov 21, 2024 | 5:36 PM

ભાવનગરમાં સરકારી સાયકલનો જથ્થો ખુલ્લામાં ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. જુન 2023ના પ્રવેશોત્સવ સમયે વિદ્યાર્થીઓને આપવાની આ સાયકલો બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ન આપી સડવા માટે ખુલ્લામાં મુકી ખડકી દેવાઈ છે. એકતરફ દૂરથી આવતા વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે અને બીજી નવી નક્કોર સાયકલો કાટ ખાઈ રહી છે.

શાળા પ્રવેશ મહોત્સવ વખતે વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે. ભાવનગરના મહુવામાં પ્રવેશ મહોત્સવ-2023માં આપવામાં આવેલો સાયકલોનો જથ્થો આવરું જગ્યાએ કાટ ખાઈ રહ્યો છે. સરકારી કુમાર છાત્રાલય ગ્રાઉન્ડમાં સાયકલો ખુલ્લામાં ભંગાર હાલતમાં પડી છે. 2023 અને 2024 બંને વર્ષ ના પ્રવેશ ઉત્સવ પૂરા થઈ ગયા છતાં પણ આ સાયકલો કેમ નથી આપવામાં આવી તે મોટો સવાલ છે. હાલ નવી નક્કોર સાયકલ કાટ ખાઈને ભંગાર થઈ ગઈ છતાં વિતરણ કેમ ન કરવામાં આવ્યું તે સવાલ ઉઠી રહ્યા છે.

એક તરફ દૂરથી આવતા વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થીઓને તેમને મળનારા સરકારી લાભથી કોના પાપે વંચિત રાખવામાં આવ્યા તે મોટો સવાલ છે. આ સાયકલનો જથ્થો હાલ ભંગાર બની ગયો છે અને ચલાવવાને લાયક પણ નથી રહી. વિદ્યાર્થીઓ માટે લવાયેલી સાયકલના લાભથી વિદ્યાર્થીઓને જ વંચિત રાખવામાં આવ્યા અને કોઈ મંત્રીના હાથે સાયકલો આપવાની રાહમાં બે વર્ષ વિતી ગયા અને સાયકલો ભંગાર પણ થઈ ગઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:36 pm, Thu, 21 November 24

Next Video