Gujarati Video : ભાવનગરમાં ખેડૂતોએ વરસાદી નુકસાનના સર્વેની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, યોગ્ય રીતે સર્વે ન થયો હોવાનો આક્ષેપ

Bhavnagar News : ખેતીવાડી અને બાગાયતી વિભાગ અંતર્ગત ભાવનગર જિલ્લાના ગામોમાં સર્વેની કામગીરીનો રિપોર્ટ સરપંચ અને તલાટીએ રજૂ કર્યો હતો. આ સર્વેમાં ભાવનગર જિલ્લાના કુલ 86 હજાર ખેડૂતો પૈકી 2 હજાર 550 ખેડૂતોને જ નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 07, 2023 | 5:03 PM

ભાવનગર જિલ્લામાં બે વખત થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે કેરી, ઘઉં અ લીંબુ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. આ નુકસાની બાદ જિલ્લામાં કમોસમી વરસાદ અંગે સર્વે કરી તેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. ખેતીવાડી અને બાગાયતી વિભાગ અંતર્ગત ભાવનગર જિલ્લાના ગામોમાં સર્વેની કામગીરીનો રિપોર્ટ સરપંચ અને તલાટીએ રજૂ કર્યો હતો. આ સર્વેમાં ભાવનગર જિલ્લાના કુલ 86 હજાર ખેડૂતો પૈકી 2 હજાર 550 ખેડૂતોને જ નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો-Gujarati video: કોરોનાથી ડરવાની જરૂર નથી, ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન

ભાવનગર જિલ્લમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર 2550 ખેડૂતો ને જ નુકસાન થયુ હોવાનો સર્વે થયો છે. ભાવનગર જિલ્લામાં તળાજા ,મહુવા અને ગારિયાધાર પંથકમાં માવઠાથી ભારે નુકસાન થયું હતું. આ તાલુકામાં મોટાભાગે કેરી ,ઘઉં,ડુંગળી અને લીંબુ સહિતના પાકોને નુકશાન થયુ હતું, સરકારે માવઠામાં નુકસાનીના અંદાજ માટે સર્વે ટીમ બનાવી હતી. જેમાં ગ્રામ સેવક ,સરપંચ અને તલાટીની ટીમો બનાવી હતી.

સર્વે જ ન થયો હોવાનો આક્ષેપ

આ તરફ જિલ્લાના અમુક ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રભાવિત થયેલા ખેડૂતો સુધી સર્વે માટે કોઈ પહોંચ્યું જ નથી. થોડા દિવસ પહેલા વરસેલા કમોસમી માવઠાના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી અને રવિ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.

ભાવનગર જિલ્લમાં કુલ 85 હજાર ખેડૂતો નોંધાયેલા છે અને તેમાંથી 2550 ખેડૂતોનો સર્વેમાં સમાવેશ થયો છે. ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે સરકારના નિયમ જ્યા 33 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે, ત્યાં સર્વે કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે. બાદમાં સહાયની જાહેરાત થશે. ભાવનગર જિલ્લમાં ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન માટે ખેડૂતો સહાય મળે તે માટે રાહ જોઈને બેઠા છે. ત્યારે સરકાર તાકીદે સર્વેનું પરિણામ લક્ષી કામ કરે તેવી માગ ઉઠી છે.

જ્ય સરકારે માવઠાને લઇને થયેલ પાક નુકશાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાઇ હતી‌.બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. પાક નુકશાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">