Breaking News : ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ,પ્લેનનું બોડિંગ થઈ જતા ઘરે પરત ફરી હતી યુવતી, જુઓ Video

Breaking News : ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ,પ્લેનનું બોડિંગ થઈ જતા ઘરે પરત ફરી હતી યુવતી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 13, 2025 | 1:56 PM

ભરૂચની એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનામાં 240થી વધુ લોકોના મૃત્યુ થયા. પરંતુ ભરૂચના મેઘદૂત ટાઉનશીપમાં રહેતી ભૂમિબેન ચૌહાણ આ દુર્ઘટનામાંથી બચી ગયા.

ભરૂચની એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનામાં 240થી વધુ લોકોના મૃત્યુ થયા. પરંતુ ભરૂચના મેઘદૂત ટાઉનશીપમાં રહેતી ભૂમિબેન ચૌહાણ આ દુર્ઘટનામાંથી બચી ગયા. તેઓ પોતાના પતિને મળવા લંડન જઈ રહ્યા હતા. પરંતુ ટ્રાફિકને કારણે તેઓ 10 મિનિટ મોડા એરપોર્ટ પહોંચ્યા અને તેમની ફ્લાઈટ છૂટી ગઈ. આ 10 મિનિટના મોડા પહોંચવાને કારણે તેમનો જીવ બચી ગયો.

અમદાવાદના ટ્રાફિકે બચાવ્યો યુવતીનો જીવ

ભૂમિબેન એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમની ફ્લાઈટનું બોર્ડિંગ થઈ ગયું હતુ. જેથી તેમને ફ્લાઈટમાં ચઢવા દેવામાં આવી ન હતી. પોતાની ફ્લાઈટ ચૂકી ગયા બાદ તેઓ ઘરે પરત ફર્યા. ઘરે પહોંચ્યા બાદ તેમને ન્યૂઝ ચેનલો પર ફ્લાઈટ ક્રેશના સમાચાર જોયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો