Bharuch : સાંસદ મનસુખ વસાવા ફરી આકરા પાણીએ!, પેવર બ્લોકના સરકારી કામમાં ખામી દેખાતાં બ્રેક લગાવી – જુઓ Video
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સરકારી કામોમાં નબળી ગુણવત્તાને લઇ ફરીએકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે. નેત્રંગમાં મુખ્યમાર્ગ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં હલકી ગુણવત્તા મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સરકારી કામોમાં નબળી ગુણવત્તાને લઇ ફરીએકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે. નેત્રંગમાં મુખ્યમાર્ગ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં હલકી ગુણવત્તા મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. સરકારી કામમાં હલકી કક્ષાના બ્લોક બેસાડાઈ રહ્યા હોવાની રજૂઆત મળતાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જાત તપાસ માટે સ્થળ પર પહોંચ્યા હતા.
સ્થળ નિરીક્ષણ દરમિયાન કામમાં ગોબાચારી નજરે પડતાં સાંસદ દ્વારા તાત્કાલિક રીતે કામ અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ વિસ્તારમાંજ ડામર રોડના કામમાં ડામરની જગ્યાએ ઓઈલનો ઉપયોગ કરાયો હોવાના મામલે સાંસદે અધિકારીઓનો ઉધડો લીધો હતો
સાંસદ મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં રહ્યા છે. પહેલા ધારાસભ્ય દર્શના દેશમુખ, આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને બાદમાં નર્મદા જિલ્લા કલેકટર સંદર્ભે નિવેદનોએ વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. ફરીએકવાર સાશકો સામે લાલ આંખ કરનાર સાંસદ મનસુખ વસાવાએ હલકી ગુણવત્તાના કારણે કામ અટકાવતા કોન્ટ્રાકટર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાના સાશકો દોડતા થયા છે.
