Bharuch : એક્સપ્રેસ હાઈવે કનેક્ટિવિટી બાદ હાંસોટમાં દબાણો દૂર કરાયા – જુઓ Video

Bharuch : એક્સપ્રેસ હાઈવે કનેક્ટિવિટી બાદ હાંસોટમાં દબાણો દૂર કરાયા – જુઓ Video

| Updated on: Dec 30, 2025 | 2:25 PM

ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં હવે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.

એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ વધ્યું છે. અકસ્માતનો ભય અને ટ્રાફિકમાં અડચણરૂપ બનતા દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

તંત્રની કાર્યવાહી દરમિયાન મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે જેથી મુસાફરોને કન્ડક્ટ ન રહે અને માર્ગ પર સલામતી અને સુચારુ આવાગમન જળવાઈ રહે તેની કાળજી લેવામાં આવી છે. સરકારી વિભાગની કાર્યવાહી સામે રેંકડી ચલાવતા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.