Bharuch : મકરસંક્રાંતિ પહેલા ચેતવણીરૂપ ઘટના, પતંગ ચગાવતા ધાબા પરથી બાળક પડી જતા ગંભીરરીતે ઈજાગ્રસ્ત – જુઓ Video

| Updated on: Dec 26, 2025 | 1:07 PM

આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે એક દુર્ઘટના સર્જાઈ હતી. ધાબા પરથી 10 વર્ષીય બાળક નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર મળતા બાળકનો બચાવ થતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે એક દુર્ઘટના સર્જાઈ હતી. ધાબા પરથી 10 વર્ષીય બાળક નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર મળતા બાળકનો બચાવ થતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

આમોદ ટાવર પાસે આવેલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ધાબા પર પતંગ ચગાવતો 10 વર્ષીય બાળક નીચે પડ્યો હતો.નાના તળાવ મારુવાસ વિસ્તારમાં રહેતો દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામના બાળકને આ ઘટનામાં ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ બાળક માટે એમ્બ્યુલન્સનો ઇંતેજાર ન કરી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી માથાના ભાગે ગંભીર ઈજા થતા બાળકને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવતા બાળકો પતંગ ચગાવવા ધાબા અને પતરાં પર ચઢતા હોય છે ત્યારે આવી વાલીઓની દેખરેખનાં અભાવે પતંગ ચગાવવામાં મશગુલ બાળકો સુરક્ષા અને સલામતી તરફ બેદરકાર બનવાથી આવી ઘટનાઓ બનતી હોય છે જે પરિવાર માટે ચિંતાનો વિષય બની જાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 26, 2025 01:02 PM