Bharuch Video : સલામતી અને સુરક્ષાના સંકલ્પ સાથે Bharuch Police નવરાત્રી મહોત્સવ યોજશે
Bharuch : ભરૂચ પોલીસ(Bharuch Police) પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયુ છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની ભક્તિ, આરાધના અને ગરબાની રમઝટ જામશે બાળકીઓ અને યુવતીઓ સલામત વાતાવરણમાં સુરક્ષાના અનુભવ સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
Bharuch : ભરૂચ પોલીસ(Bharuch Police) પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયુ છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની ભક્તિ, આરાધના અને ગરબાની રમઝટ જામશે બાળકીઓ અને યુવતીઓ સલામત વાતાવરણમાં સુરક્ષાના અનુભવ સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. SAFE & SECURE NAVRATRI ના સૂત્ર સાથે કરવામાં આવેલા આયોજનમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા જાતે આયોજન ઉપર નજર રાખી રહયા છે.
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગર નજીક કન્ટેનર અકસ્માતની મદદે પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી, 6000 બોટલ દારુનો જથ્થો મળ્યો, જુઓ Video
ગણેશ મહોત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કર્યા બાદ લોકો હવે નવલા નોરતાની ઉજવણી માટે ગુજ્જુઓ સજ્જ છે. રાજ્યમાં ઠેર ઠેર ગરબાના ભવ્ય આયોજન થયા જઈ રહ્યા છે. આ સાથે વાલીઓને તેમની દીકરીઓની સલામતીની ચિંતા પણ સતાવતી હોય છે. બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગરબા મહોત્સવ(Navratri 2023)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ગરબે ઘૂમી શકે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી નજીક આવેલ પોલીસ હેડક્વાટરના વિશાળ મેદાનમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, સલામતી અને સુરક્ષા સાથે યુવતીઓ ગરબે ઘૂમી શકે તે માટે પોલીસ પૂરતા પ્રયાસ કરી રહી છે.