AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : Ankleshwarમાં ચોર ઘરના આંગણામાં પાર્ક 2 બાઈક ચોરી કરી ગયા, ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જુઓ Live Video

Bharuch : Ankleshwarમાં ચોર ઘરના આંગણામાં પાર્ક 2 બાઈક ચોરી કરી ગયા, ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જુઓ Live Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 10:34 AM
Share

Bharuch : ઉદ્યોગ નગરી અંકલેશ્વર(Ankleshwar)માં તસ્કર બિન્દાસ્તપણે મોટર સાઈકલની ચોરી કરી પલાયન થઇ ગયા હોવાનો મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. તસ્કર ઘરના આંગણામાં પાર્ક  2 બાઈક ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે વાહનના માલિકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી છે.

Bharuch : ઉદ્યોગ નગરી અંકલેશ્વર(Ankleshwar)માં તસ્કર બિન્દાસ્તપણે મોટર સાઈકલની ચોરી કરી પલાયન થઇ ગયા હોવાનો મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. તસ્કર ઘરના આંગણામાં પાર્ક  2 બાઈક ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે વાહનના માલિકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે CCTV ફૂટેજના આધારે  તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો : Surat Video : પ્રેમ અને વિશ્વાસ એકબીજાના પૂરક છે એ ઉક્તિ આ સગીરા માટે ખોટી પડી, વાંચો Love Jihad નો ચોંકાવનારો કિસ્સો

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર કેશવ પાર્કમાં તસ્કર ત્રાટક્યા હતા. ચોર રાત્રીના સમયે એક સાથે 2 બાઈકો ચોરી જતા CCTV કેમેરાના ફૂટેજમાં કેદ થયા હતા. CCTV Footage અનુસાર તસ્કરો રાત્રીના 3 વાગ્યાના અરસામાં આવ્યા હતા. બાઈકની ચોરી કરી તે ઠેકડાં મારી લઇ ગયા હતા. આ ઘટના અંગે બાઈક માલિકે અંકલેશ્વર પોલીસને ફરિયાદ કરતા સૂત્રોએ આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : Rajkot: ભાજપ સંકલનની બેઠકમાં મોબાઈલ લઈ જવા પર શહેર પ્રમુખે મુક્યો પ્રતિબંધ, વિક્ષેપ ટાળવા નિર્ણય લેવાયાનો દાવો

પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી

અંકલેશ્વર પીરામણ રોડ  પર આવેલ સોસાયટીમાં ચોરીની ઘટના બનવા પામી હતી. અહીં આવેલી કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ મોદી અને પ્રવીણ રાઠોડે પોતાની બાઈક ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ બાઇકો લોક મારીને મુકવામાં આવી હતી તેમ છતાં રાતે 3 વાગ્યા બાદના અરસામાં  3:25 વાગ્યાના સુમારે તસ્કરો ચોરી કરી લઈ ફરાર થઇ ગયા હતા.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">