AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Video : પ્રેમ અને વિશ્વાસ એકબીજાના પૂરક છે એ ઉક્તિ આ સગીરા માટે ખોટી પડી, વાંચો Love Jihad નો ચોંકાવનારો કિસ્સો

Surat Video : પ્રેમ અને વિશ્વાસ એકબીજાના પૂરક છે એ ઉક્તિ આ સગીરા માટે ખોટી પડી, વાંચો Love Jihad નો ચોંકાવનારો કિસ્સો

Baldev Suthar
| Edited By: | Updated on: Oct 07, 2023 | 7:01 AM
Share

Surat : સુરતમાં લવ જેહાદ(Love Jihad)નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં માત્ર 17 વર્ષની સગીરાને ફસાવવામાં આવી છે. પોલીસે નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી યુવાનની ધરપકડ કરી છે. સુરતના પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ બાદ તબીબી તપાસ કરાવી છે.

Surat : સુરતમાં લવ જેહાદ(Love Jihad)નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં માત્ર 17 વર્ષની સગીરાને ફસાવવામાં આવી છે. પોલીસે નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી યુવાનની ધરપકડ કરી છે. સુરતના પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ બાદ તબીબી તપાસ સાથે આરોપીના ગુનાહિત માનસ અંગે માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરી છે.

સગીરાને પોતાનું નામ કરણ જણાવી વિધર્મી યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાને વિશ્વાસમાં લીધા પછી તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. સગરીને એક સંતાનની માતા બનાવી બાદમાં તેના લગ્ન વિધર્મી યુવાન રીઝવાન ગફાર શાહ સાથે થયા હોવાની જાણ કરાઈ હતી. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે

આ પણ વાંચો : Rajkot: ભાજપ સંકલનની બેઠકમાં મોબાઈલ લઈ જવા પર શહેર પ્રમુખે મુક્યો પ્રતિબંધ, વિક્ષેપ ટાળવા નિર્ણય લેવાયાનો દાવો

આ બનાવ અંગે એસીપી એમ.ડી.ઉપાધ્યાય(M D Upadhyay-ACP)એ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં એક સગીરા કારખાનામાં કામ કરતી હતી તે સમયે આરોપી રીક્ષા લઈને તેને લેવા મુકવા જતો હતો. આ રૂટિન દરમ્યાન આરોપીએ પોતાનું નામ કરણ જણાવી મિત્રતા બાંધી હતી. આ બાદ સગીરા સાથે આરોપીએ લગ્ન કરી લીધા હતા. તે  અને બાદમાં તે સગીરાને દિલ્હી લઇ ગયો હતો. વર્ષ 2018માં આરોપીએ યુવતી સાથે લગ્ન કર્યા ત્યારે યુવતીની ઉમર માત્ર 17 વર્ષની હતી. સગીર હોવાની જાણ હોવા છતાં સગીર વયની યુવતી લગ્ન કર્યા હતા.દિલ્હીથી યુવતી પરત આવવા અસમર્થ હોવાનું નિશ્ચિત થયા બાદ આરોપીએ યુવતીને પોતાનું અસલી નામ કરણ નહી પણ રીઝવાન હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.આ સમયે યુવતી ગર્ભવતી હતી અને બાળકના ભવિષ્યનો વિચારી કરી તે ચુપચાપ રહેતી હતી. હવે આરોપી રિઝવાને વધુ એક ડગલું આગળ વધતા યુવતીને ધર્માંતરણ માટે દબાણ શરુ કરી ધર્મ પરિવર્તન કરાવી નાખ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 07, 2023 06:59 AM
g clip-path="url(#clip0_868_265)">