Bharuch : અંકલેશ્વરમાં એમ.એસ. ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી, 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે

| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:59 PM

અંકલેશ્વરની(Ankleshwar) ખ્વાજા ચોકડી નજીક આવેલી એમ. એસ. ઇન્ડસ્ટ્રીઝમાં અગમ્ય કારણોસર સાંજે છ વાગેની આસપાસ આગ લાગી હતી. તેમજ આ અંગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. તેમજ તેના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગુજરાતમાં ભરૂચના(Bharuch)  અંકલેશ્વરમાં(Ankleshwar)  એમ. એસ. ઇન્ડસ્ટ્રીઝમાં આગ(Fire)  લાગતા દોડધામ મચવા પામી છે.  આ ફેક્ટરી  અંકલેશ્વર જીઆઇડીસીની ખ્વાજા ચોકડી નજીક આવેલી છે. આગને કાબૂમાં લેવા માટે  ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગ ઓલવવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો. ફેક્ટરીમાં સોલ્વંટના જથ્થામાં આગ લાગી હતી. જેના લીધે આગ ઝડપથી પ્રસરી હતી. તેમજ આસપાસની ફેક્ટરીઓમાં પણ આગ લાગવાની શક્યતા હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે અડધો કિલોમીટર દૂરથી જ આગના ગોટેગોટા જોવા મળતા હતા. તેમજ ફાયર બ્રિગેડ દ્વારા મોટાપાયે આગ ઝડપથી કાબૂમાં લેવા માટે પ્રયસો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ આસપાસના રસ્તા બંધ કરીને આગ પર કાબૂ  મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અંકલેશ્વરની ખ્વાજા ચોકડી નજીક આવેલી એમ. એસ. ઇન્ડસ્ટ્રીઝમાં અગમ્ય કારણોસર સાંજે છ વાગેની આસપાસ આગ લાગી હતી. તેમજ આ અંગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. તેમજ તેના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ આગનું  મોટા  સ્વરૂપને જોતાં આસપાસ, ઝઘડીયા અને પાનોલીથી પણ ફાયર ફાઈટર મંગાવીને આગને કાબૂમાં લેવામાં પ્રયાસો હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :  Vadodara: રવિવારે બીન સચિવાલય ક્લાર્ક-ઓફીસ આસિસ્ટંટની પરીક્ષા, 105 કેન્દ્રો- 32 હજારથી વધુ પરીક્ષાર્થીઓ, તમામ કેન્દ્રો CCTVથી સજ્જ

આ પણ વાંચો :  Sabarkantha, Arvalli: ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને વર્ગ -૩ ની લેવાનાર સ્પર્ધાત્મકપરીક્ષા સંદર્ભે કંન્ટ્રોલરૂમ કાર્યરત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published on: Apr 23, 2022 10:54 PM