ભરૂચ : નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સાડાસાત ઇંચ વરસાદ બાદ અહીંથી વહેતી કરજણ નદીમાં જળસ્તર વધ્યું છે. તાલુકાના જાણીતા પ્રવાસન સ્થળ ધાણીખૂટ ધોધએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
નેત્રંગ સ્થિત ધાણીખૂટ ધોધમાં ધસમસતું પાણી વહેતુ જોવા મળ્યું હતું. સોમવારે તાલુકામાં 7.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નદીમાં ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ નજરે પડી હતી. ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ ડ્રોન કેમેરાએ કેદ કર્યું હતું. જે ધોધની સામાન્ય સ્થિતિમાં લોકો મજા માણતા જોવા મળે છે તેની નજીવું જવું પણ જીવના જોખમ સમાન લાગ્યું હતું .
ભરૂચ: કરજણ નદીમાં જળસ્તર વધતા ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જુઓ ધોધના આકાશી દ્રશ્ય #DroneVisual #Bharuch #BharuchRain #KarjanRiver #Rain #GujaratRain #Monsoon2024 #RainUpdate #WeatherUpdate #WeatherNews #RainAlert #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/pn14E3iEFL
— Tv9 Gujarati (@tv9gujarati) July 16, 2024
આ પણ વાંચો : ભરૂચ : વાહન ચેકીંગ દરમિયાન રૂપિયા 500 જેવી દેખાતી નકલી ચલણની 5000 નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ