AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : વનવિભાગના કામનું બિલ પાસ કરવા 25 લાખની લાંચ માંગી, નેત્રંગના RFO 5 લાખનો હપ્તો સ્વીકારતા ઝડપાયા

ભરૂચ : 3 નવેમ્બરે રૂપિયા 25 લાખની લાંચના મામલામાં 5 લાખનો હપ્તો સ્વીકારતા નેત્રંગના RFO છટકામાં ઝડપાઇ ગયા છે.જિલ્લાના નેત્રંગ તાલુકામાં લાંચ રુશવત વિરોધી શાખાએ બે અલગ -અલગચ્છત્કની ઘટનામાં ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 10:30 AM
Share

ભરૂચ: જિલ્લાના નેત્રંગ તાલુકામાં લાંચ રુશવત વિરોધી શાખાએ બે અલગ -અલગચ્છત્કની ઘટનામાં ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. 2 નવેમ્બરે બુટલેગરને કેસમાં રાહત આપી માર ન મારનાર બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે તો 3 નવેમ્બરે રૂપિયા 25 લાખની લાંચના મામલામાં 5 લાખનો હપ્તો સ્વીકારતા નેત્રંગના RFO છટકામાં ઝડપાઇ ગયા છે.

 RFO Netrang arrested

એસીબી ના સૂત્રો તરફથી પ્રાપ્ત સત્તાવારમાહિતી અનુસાર નર્સરી તેમજ કંન્ટ્રકશનનો ધંધો કરતા કોન્ટ્રાકટરે સરકારી કામના ઓનલાઇન ટેન્ડર ભરી કામ મેળવ્યા હતા. ટેન્ડરમાં જણાવેલ કંન્ટ્રકશનને લગતુ કામ પૂર્ણ કર્યું હતું. સને-૨૦૨૨ માં વનવિભાગનું ટેન્ડર ભરતા ટેન્ડર મંજુર થતા ભરૂચ ખાતેથી કામ ચાલુ કર્યું હતું. આ ટેન્ડરમાં નર્સરીનું કામ તેમજ અલગ-અલગ પ્રકારના સીવીલના કામ કરવાના હતા. આ તમામ કામ અતર્ગત અંદાજે 1.40 કરોડ રૂપિયાના કામનું બીલ ફરીયાદીએ આર.એફ.ઓ નેત્રંગ અને આર.એફ.ઓ. ભરૂચને આપેલ જે કામના બીલ પેટેના 1.21 કરોડ ફરીયાદીને ચેક પેમેન્ટથી મળેલ હતા.

બાકીના બીલ પેટે લેવાના થતા નાણા માટે આ કામના ફરીયાદીએ આરોપી સરફરાજ ઘાંચી આર.એફ.ઓ. નેત્રંગ તથા ઇન્ચાર્જ ભરૂચ નાઓને રૂબરૂમાં મળતા આ કામના ફરીયાદીને જણાવેલ કે તમારે જુના અને ચાલુ પેમેન્ટ પાસ કરાવવા હોય તો ઉચ્ચક રૂપિયા 25 લાખ આપવા પડશે. આ લાંચની રકમ મળે તો જ બીલ ઉપર સહી કરી આગળ મોકલવા કહ્યું હતું. ફરિયાદીએ 25 લાખ પૈકી આરોપી સરફરાજ ઘાંચીને 10 લાખ આપી દીધેલા અને બાકીના રૂપિયા 15 લાખ પાંચ-પાંચ લાખ કરી ત્રણ હપ્તે આપવાનું નક્કી કરાયું હતું. રૂપિયા 5 લાખની લાંચની રકમ ચૂકવવા અંગે ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપીએ RFO ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">