રાજકોટ અગ્નિકાંડ- ભાજપના જે નેતાઓ જાહેરમાં દેખાયા નહોતા તેઓ ખુલાસા કરવા થયા મજબૂર, જાણો કોણે શું કહ્યું

|

Jun 01, 2024 | 3:23 PM

ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ખોખારીને બોલ્યા નહોતા. તો રાજકોટના મેયર પહેલા દિવસે મીડિયાને સંતોષકારક જવાબ આપવાને બદલે સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા. જો કે બીજા દિવસે તેઓ મીડિયા સમક્ષ હાજર થઈને ભાવુક થયા હતા. આટલું ઓછુ હોય તેમ, વેપારીમાંથી ભાજપના સાંસદ બનેલા રામ મોકરિયાએ તો, ફાયર એનઓસી લેવા માટે 70,000 રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરીને રાજકોટથી લઈને દિલ્હી સુધીની ભાજપની સત્તા અને સરકારને શરમમાં મૂકી દીધી. 

રાજકોટમાં ગયા શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં, 28 હતભાગી લોકો બળીને ભડથુ થઈ ગયા હતા. આ દુર્ઘટનાના ઘેરા પડધા માત્ર રાજકોટમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. તંત્ર અને રાજકારણીઓની મિલીભગતથી ગેરકાયદે ધમધમતા ગેમ ઝોનમાં લાગેલી આગને પગલે, સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ અને તેમને પોષણ આપનારા રાજકારણીઓ સામે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.

રાજકોટમાં તો સ્થિતિ રોષપૂર્ણ રહી છે. ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ખોખારીને બોલ્યા નહોતા. તો રાજકોટના મેયર પહેલા દિવસે મીડિયાને સંતોષકારક જવાબ આપવાને બદલે સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા. જો કે બીજા દિવસે તેઓ મીડિયા સમક્ષ હાજર થઈને ભાવુક થયા હતા. આટલું ઓછુ હોય તેમ, વેપારીમાંથી ભાજપના સાંસદ બનેલા રામ મોકરિયાએ તો, ફાયર એનઓસી લેવા માટે 70,000 રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરીને રાજકોટથી લઈને દિલ્હી સુધીની ભાજપની સત્તા અને સરકારને શરમમાં મૂકી દીધી.

ભાનુબેન બાબરિયાએ શુ કહ્યું

આખરે એક સપ્તાહ બાદ મીડિયા થકી જાહેરમાં આવેલા ગુજરાતના કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા રાજકોટ અગ્નિકાંડની વાત કરતા કરતા ભાવુક થઈ ગયા હતા. તેઓ એવી વાતનો ખુલાસો કરતા ભાવુક થયા હતા કે, ભાનુબેન બાબરીયા આ દુર્ઘટનામાં ક્યાંય ફરક્યા નથી. તેમણે કહ્યું કે, દુર્ઘટનાના બીજા દિવસથી જ હું રાજકોટમાં હતી. ઘટનાસ્થળે મે કોઈ તસ્વીર ખેંચાવી નહોતી. મારા વોર્ડના મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી છે.

કમલેશ મીરાણીએ કેવો કર્યો ખુલાસો

તો બીજી બાજુ રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ અગ્નિકાંડને દુખદ ગણાવતા કહ્યું કે, હું પંજાબનો પ્રભારી હતો.  મારા વિસ્તારના 3 લોકોના મોત થયા છે. મારા સાથી અને કોર્પોરેટર પુષ્કર પટેલને મેં મોકલ્યા હતા. આ અગ્નિકાંડમાં પદાધિકારી કે અધિકારી જે કોઈ કસુરવાર હોય તેમની સામે પગલા લેવા માટે સરકારે સૂચના આપેલી છે. જો મારુ નામ સામે આવશે તો હુ જાહેર જીવન છોડી દઈશ.

 

 

 

 

Next Video