Gujarati Video : અમદાવાદમાં બોપલના બિલ્ડર ગ્રુપ પર ITના દરોડા, બેનામી વ્યવહારો થયા હોવાની આશંકા

|

Mar 21, 2023 | 1:07 PM

અમદાવાદના (Ahmedabad) બોપલમાં આનવેલા એક બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગલુરુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં બોપલના બિલ્ડર ગ્રુપ પર ઈન્કમટેકસના દરોડા પડ્યા છે. મોટા બેનામી વ્યવહારોને લઈને બેંગલુરુ ઇન્કમટેકસ વિભાગની ટીમે દરોડા પાડયા છે. બેંગલુરુ અને ચેન્નઈના બિલ્ડર ગ્રુપ સાથે કનેક્શન ધરાવતા હોવાથી આ બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા છે. બેંગલુરુના બિલ્ડરના બેનામી રૂપિયાનું અમદાવાદમાં રોકાણ કર્યું હોવાની આશંકાને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદના બોપલમાં આનવેલા એક બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગલુરુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. બેનામી વ્યવહારો થયા હોવાની આશંકાના પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે. બેંગલુરુ અને ચેન્નાઇના બિલ્ડર સાથેના કનેક્શનને લઇને આ તપાસ હાથ ધરવામાં આવી છે.આજે સતત બીજા દિવસે કામગીરી કરવામાં આવી રહી છે.

બોપલમાં બિલ્ડરના ઓફિસ તેમજ ઘર ઉપર આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ એમના સાથે સંકળાયેલા બીજા લોકોના ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહયા છે. બેનામી વ્યવહારો જે પણ થયા છે તેમજ તેના સંલગ્ન જે પણ પુરાવા છે. એ પુરાવા પણ ઇન્કમ ટેક્સ વિભાગ એકત્રિત કરી રહ્યુ છે. હજુ આ કાર્યવાહી આગળના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. જે પછી મોટી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

Published On - 1:06 pm, Tue, 21 March 23

Next Video