ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ઉથલ પાથલ, અમદાવાદમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

| Edited By: | Updated on: Mar 20, 2022 | 7:57 PM

દસક્રોઈના ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં 150થી વધુ સીટ ભાજપ જીતશે એવો દાવો કર્યો હતો.તો બીજીબાજુ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ સામેની નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું કે, ત્યાં અમારી કોઈ વાત સાંભળી રહ્યું ન હતું.

દેશમાં ચાર રાજ્યમાં ભાજપે ભગવો લહેરાવ્યા બાદ ગુજરાત ચૂંટણીને(Gujarat Election 2022) લઈ ભાજપ(BJP) સક્રિય થયું છે. ત્યારે દસક્રોઈના ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના (Congress) 200 કાર્યકરો પણ એકસાથે ભાજપમાં જોડાયા હતા.અને ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે.ત્યારે દસક્રોઈના ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં 150થી વધુ સીટ ભાજપ જીતશે એવો દાવો કર્યો હતો.તો બીજીબાજુ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ સામેની નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું કે, ત્યાં અમારી કોઈ વાત સાંભળી રહ્યું ન હતું.

ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શન પૂર્વે ભાજપ હવે એકશન મોડમાં છે. જેમાં ભાજપે ગુજરાત વિધાનસભામાં 150 બેઠક મેળવવાના લક્ષ્યાંકને તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ તેના ભાગરૂપે પેજ પ્રમુખ અને અલગ અલગ સમિતિઓની બેઠક પણ યોજવામાં આવી રહી છે.માં આજે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક જીતવા અંગે બુથ પ્રમુખોની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી

આ પણ વાંચો : Navsari : વિશ્વ ચકલી દિવસે સામાજિક સંસ્થાએ 500 ચકલી ઘર વિતરણ કર્યા

આ પણ વાંચો : Sabarkantha: સુરત, અમદાવાદ થી લઇને દિલ્હી-મુંબઇના બજારમાં ફુલાવર ઠાલવતા ખેડૂતોની હાલત અપોષણક્ષમ ભાવોથી કફોડી

 

Published on: Mar 20, 2022 07:31 PM