રાજ્યવાસીઓ વરસાદથી રહેજો સાવધાન, આગામી કલાકોમાં મેઘરાજા મચાવશે તાંડવ, અનેક વિસ્તારોમાં ખાબકી શકે 10 ઈંચથી વધુ વરસાદ

|

Jul 19, 2024 | 12:31 PM

હવામાન વિભાગ દ્વારા રાજ્યના 6 જિલ્લાઓમાં તબાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. 6 જિલ્લામાં અત્યંત તોફાની વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કેટલાક વિસ્તારોમાં એકસાથે 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. જેમા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 6 જિલ્લામાં અત્યંત તોફાની વરસાદ ખાબકી શકે છે.

રાજ્યમાં તોફાની વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા અત્યંત ડરામણા અંદાજમાં વરસી શકે છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં પ્રચંડ વેગે વરસાદ વરસી શકે છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયુ છે. દરિયાકાંઠાના જિલ્લામાં અત્યંત તોફાની વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે કચ્છમાં પણ તબાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં આગામી કલાકોમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળે તેવુ હવામાન વિભાગનું અનુમાન છે. વરસાદની આગાહીને જોતા રાજ્યવાસીઓને સાવચેત રહેવા જણાવ્યુ છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આ તરફ જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ છે. ઘેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી પંથક પાણી-પાણી થયા. કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભીતાના સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. માણાવદર સરાડીયા, કેશોદ માંગરોળ સહિતના અનેક રોડ પણ પ્રભાવિત થયા.

જ્યારે રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ ખાબક્યો. ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યું. ચરેલ ગામે ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જામકંડોરણા તરફ જવાનો રસ્તો પણ બંધ થયો. ચિત્રાવડ, ચાવંડી, બાલાપર, ખાટલી, બરડીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video