બાવળા હોસ્પિટલનો મામલો, 3 બોગસ તબીબ સામે નોંધાઈ ફરીયાદ, જુઓ વીડિયો

બાવળા હોસ્પિટલનો મામલો, 3 બોગસ તબીબ સામે નોંધાઈ ફરીયાદ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2024 | 10:53 AM

બાવળામાં ઝડપાયેલી બોગસ હોસ્પિટલ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય બે બોગસ ડોક્ટર મનિષા અમેરેલિયા અને ધર્મેન્દ્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બાવળામાંથી ઝડપાયેલ બોગસ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્ટર મામલે ત્રણ શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય બે બોગસ ડોક્ટર મનિષા અમેરેલિયા અને ધર્મેન્દ્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્થાનિક PHC ના મેડિકલ ઓફિસર ઋતુરાજ ચાવડાએ આ અંગે પોલીસ નોંધાવી છે. ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 અન્વયે આ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત હોસ્પિટલના સંદર્ભે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

 

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 13, 2024 10:52 AM
g clip-path="url(#clip0_868_265)">