AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : બાવળા તાલુકાના ગામોમાં વરસાદ ખેંચાતા પાક સુકાયો, ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા સિંચાઈ વિભાગમાં કરી રજૂઆત

Gujarati Video : બાવળા તાલુકાના ગામોમાં વરસાદ ખેંચાતા પાક સુકાયો, ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા સિંચાઈ વિભાગમાં કરી રજૂઆત

Darshal Raval
| Edited By: | Updated on: Sep 08, 2023 | 10:05 AM
Share

બાવળાના ગામોમાં વરસાદની આશાએ વાવેલા ડાંગર, કપાસ અને એરંડાનો પાક સુકાઈ ગયો છે. તો સુકાભઠ્ઠ ખેતરો જોઈને ખેડૂતો નિસાંસો નાંખી રહ્યાં છે. 4 હજારની વસતી ધરાવતું બલદાણા મહદઅંશે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે. ગામના 400થી 500 ખેડૂતો વરસાદી પાણી પર નિર્ભર છે. બલદાણા ગામ સુધી ફતેવાહી કેનાલ પહોંચી છે. પરંતુ સુકીભઠ્ઠ કેનાલમાં હજી સુધી પાણી આવ્યું નથી.

Ahmedabad : અમદાવાદના બાવળા તાલુકાના છેવાડાના ગામ બલદાણામાં જુલાઈની સાથે ઓગસ્ટ પણ કોરોધાકોર રહ્યો હતો. વરસાદની આશાએ વાવેલા ડાંગર, કપાસ અને એરંડાનો પાક સુકાઈ ગયો છે. તો સુકાભઠ્ઠ ખેતરો જોઈને ખેડૂતો નિસાંસો નાંખી રહ્યાં છે. 4 હજારની વસતી ધરાવતું બલદાણા મહદઅંશે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે. ગામના 400થી 500 ખેડૂતો વરસાદી પાણી પર નિર્ભર છે. બલદાણા ગામ સુધી ફતેવાહી કેનાલ પહોંચી છે. પરંતુ સુકીભઠ્ઠ કેનાલમાં હજી સુધી પાણી આવ્યું નથી.

આ પણ વાંચો : Ahmedabad : શહેર પોલીસ હવે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય, કામગીરી લોકો સુધી પહોચાડવા સૂચના

વાસણા બેરેજથી ફતેવાડી કેનાલ શરૂ થઈને 45 કિલોમીટર દૂર સુધી જાય છે. આ કેનાલના છેવાડે બલદાણા, કેસરડી, લગદાણા તેમજ દેહવાડા આવેલા છે. કેનાલમાં પાણી છોડાય તો વચ્ચેના ગામના ખેડૂતો મશીને મુકીને પાણી ખેંચી લે છે. તો ક્યાંક આડશ મુકીને પાણી વાળી દેવામાં આવે છે. જેથી સૌથી વધુ જરૂર છે ત્યાં પાણી પહોંચતુ નથી. વળી અહીં બોરના પાણી પણ ખારા હોવાથી ઉપયોગમાં લઈ શકાતા નથી. અહીં નજીવા વરસાદમાં પશુઓને ચાલે તેટલો ઘાસચારો માંડ થાય છે.

બાવળાના છેવાડાના કેસરડી સહિતના 4થી 5 ગામના ખેડૂતો, સરપંચોએ વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી છે. પરંતુ સિંચાઈ વિભાગ સ્ટાફ ઓછું હોવાનું જણાવે છે. જો કેનાલમાં પાણી પૂરતા પ્રેશરથી છોડવામાં આવે તો ખેડૂતોની સમસ્યા દૂર થઈ શકે. આ ચાર-પાંચ ગામના અંદાજે 7થી 8 હજાર ખેડૂતો દેવા કરીને પાક વાવે છે. પરંતુ આવક ન થતા દેવાનો બોજ વધતો જાય છે. રાજ્ય સરકાર યોગ્ય સરવે કરીને પાક નુકસાનીનું વળતર ચુકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">