રાજકોટ: કોંગ્રેસના પૂર્વ MLAએ લગાવ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના બેનર, સર્જાયો વિવાદ, જુઓ વીડિયો

રાજકોટ: કોંગ્રેસના પૂર્વ MLAએ લગાવ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના બેનર, સર્જાયો વિવાદ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 07, 2024 | 6:13 PM

આ મામલે જ્યારે લલિત વસોયાને પૂછાયું તો તેઓએ સ્પષ્ટતા કરી કે, મારૂ સરકારને નહીં રામ મંદિરને સમર્થન છે. લલિત વસોયાએ રામ મંદિરના મુદ્દે રાજનીતિ ન કરવાની પણ વાત કરી. તો રાજનીતિ ન કરવાની વાત બાદ વસોયા ખુદ રાજનીતિ પર ઉતર્યા. તેઓએ આરોપ લગાવ્યો કે, ભાજપ રામ મંદિરના મુદ્દાનો ઉપયોગ આવનાર લોકસભાની ચૂંટણીમાં કરશે.

રાજકોટમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનર લગાવતા વિવાદ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના નામથી રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનર લાગેલા જોવા મળ્યા. બેનરમાં ન માત્ર પ્રભુ રામ પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન પણ આપવામાં આવ્યું છે.

આ મામલે જ્યારે લલિત વસોયાને પૂછાયું તો તેઓએ સ્પષ્ટતા કરી કે, મારૂ સરકારને નહીં રામ મંદિરને સમર્થન છે. લલિત વસોયાએ રામ મંદિરના મુદ્દે રાજનીતિ ન કરવાની પણ વાત કરી.

તો રાજનીતિ ન કરવાની વાત બાદ વસોયા ખુદ રાજનીતિ પર ઉતર્યા. તેઓએ આરોપ લગાવ્યો કે, ભાજપ રામ મંદિરના મુદ્દાનો ઉપયોગ આવનાર લોકસભાની ચૂંટણીમાં કરશે. તેઓએ દાવો કર્યો કે કોંગ્રેસે ક્યારેય રામ મંદિરના નામે રાજનીતિ કરી મત માંગ્યા નથી. સાથે જ જણાવ્યું કે કોંગ્રેસે ક્યારેય ધર્મ કે જાતિના નામે રાજનીતિ કરતી નથી.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી અગાઉ લલિત વસોયા કલમ 370 સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારની પ્રશંસા કરી ચૂક્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે લલિત વસોયાનો આ રામ પ્રેમ છે કે પછી ભાજપ પ્રેમ ?

આ પણ વાંચો રાજકોટ જિલ્લા કોર્ટના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા CJI ડી.વાય. ચંદ્રચુડે કહ્યુ, દ્વારકાધિશની જેમ ન્યાયની ધજા હંમેશા ફરક્તી રહે- જુઓ વીડિયો