Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી, જુઓ Video

|

Oct 25, 2024 | 2:31 PM

દિવાળી પહેલા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદથી 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો થયો છે.

દિવાળી પહેલા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદથી 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો થયો છે. 200થી વધુ શંકાસ્પદ લોકોની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે. જો કે બનાવટી અને નકલી દસ્તાવેજો અંગે હજુ પણ તપાસ યથાવત છે. અનેક લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

200થી વધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. તો 200થી વધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. જો કે ભારતમાં ઘુસણખોરી દરમિયાન કે ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો અનેક વખત ઝડપાયા હોય તેવી ઘટના સામે આવતી હોય છે.

ત્યારે વધુ એક વાર અમદાવાદમાંથી બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. બનાવટી પાનકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે. એટલુ જ નહીં આ સમગ્ર દસ્તાવેજો ક્યાંથી બનાવવામાં આવ્યા અને કોણે બનાવ્યા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Video