Banaskatha: પાલનપુરમાં નેશનલ હાઈવે પર 4થી5 કિલોમીટર સુધી મસમોટા ખાડા, જીરુ ભરેલી ટ્રક પલટી જતા લાખોનું નુકસાન

|

Aug 16, 2022 | 4:19 PM

Banaskatha: પાલનપુરમાં બિસ્માર બનેલા નેશનલ હાઈવે પર જોધપુરથી આવતી જીરુ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા ટ્રક માલિકને લાખોનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાઈવે પર પાણી ભરેલા હોવાથી તમામ જીરુનો નાશ થયો છે.

બનાસકાંઠામાં પાલનપુર(Palanpur) નેશનલ હાઈવે એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા વાહનોને અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવો અનુભવ થઈ રહ્યો છે.  નેશનલ હાઈવે પણ બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. નેશનલ હાઈવે પર પડેલા ખાડાને કારણે અહીંથી પસાર થતી જીરુ ભરેલી ટ્રક પલટી જતા ટ્રક માલિકને લાખો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રક પલટી જતા અન્ય વાહનોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી(National Highwauy Authority)ની કચેરીની સામે જ આ ટ્રક પલટી જવાની દુર્ઘટના ઘટી હતી. લોકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પાપે 4 કિલોમીટર સુધી લાંબા રોડ ઉપર ઠેર ઠેર ખાડા(Potholes) પડી ગયા છે છતા રોડના સમારકામની કોઈ કામગીરી થતી નથી. માત્ર પાલનપુર નેશનલ હાઈવે નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પણ આ જ હાલત છે.. જ્યાં જુઓ ત્યાં બિસ્માર રોડ તંત્રના ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. ઠેર-ઠેર ખાડાગ્રસ્ત રોડને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નેશનલ હાઈવે પર 4થી5 કિલોમીટર સુધી  મસમોટા ખાડા

એક તરફ વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તા પર પણ પાણી ભરાયેલા હતા. એવામાં જીરુ ભરેલી ટ્રક પલટી જતા જીરુમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ ટ્રક જોધપુર, રાજસ્થાનથી જીરુ લઈને આવી રહી હતી તે ટ્રક અહીં સુરમંદિર પાસેની ચોકડી પર પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ અહીં રસ્તા પર ભારે પાણી ભરેલા હતા અને તેના કારણે માર્ગમાં રહેલો મોટો ખાડો તેમને દેખાયો હતો, જેના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અહીં નેશનલ હાઈવેની બદ્દતર સ્થિતિ છે છતા નેશનલ હાઈવે ઓથોરિટી ખાડાગ્રસ્ત રોડનું સમારકામ કરતી નથી. સ્થાનિકો જણાવે છે કે બિસ્માર રોડને કારણે 4થી5 કિલોમીટરનો રોડ  પસાર કરવામાં જ કલાક લાગી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા


આટલુ ઓછુ હોય તેમ એ જ ખાડામાં વધુ એક માલ ભરેલી ટ્રક ફસાઈ હતી. જો કે સદ્દનસીબે આ ટ્રક પલ્ટી ખાઈ ગઈ ન હતી. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પાપે વગરવાંકે નિર્દોષ વાહનચાલકો દંડાઈ રહ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પાલનપુર નેશનલ હાઈવે 4 કિલોમીટર લાંબા રોડ પર ઠેકઠેકાણે ખાડા પડ્યા છે છતા ખાડા બુરવાની પણ કામગીરી થતી નથી.

Published On - 3:02 pm, Tue, 16 August 22

Next Article