બનાસકાંઠાઃ વડગામના યુવકના આપઘાતનો મામલો, 2 વ્યાજખોરોની કરાઈ ધરપકડ

બનાસકાંઠાઃ વડગામના યુવકના આપઘાતનો મામલો, 2 વ્યાજખોરોની કરાઈ ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 7:20 AM

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અંધારીયા ગામના યુવક જિતેન્દ્ર દેસાઈએ વ્યાજખોરોના ત્રાસને લઈ આપઘાત કરી લીધો હતો. ગત સપ્તાહે ગુરુવારે તેણે ઝેરી દવા ખાઈ લીધી હતી. જેને લઈ તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર વડગામ પોલીસે […]

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અંધારીયા ગામના યુવક જિતેન્દ્ર દેસાઈએ વ્યાજખોરોના ત્રાસને લઈ આપઘાત કરી લીધો હતો. ગત સપ્તાહે ગુરુવારે તેણે ઝેરી દવા ખાઈ લીધી હતી. જેને લઈ તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

વડગામ પોલીસે દાંતાના મોટાસડા બળવતસિંહ રાજપૂત અને નરેન્દ્રસિંહ બારડ તથા મુમન વાસના ઇશ્વર પ્રજાપતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. ત્રણ વર્ષ અગાઉ જિતેન્દ્ર દેસાઈએ આઠેક લાખ રુપિયા રોકડ અને પશુઓને ઉધારમાં લીધી હતી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 21, 2024 07:19 AM
g clip-path="url(#clip0_868_265)">