બનાસકાંઠા : થરાદમાં ભાજપના સાંસદ પરબત પટેલની હાજરીમાં જ કોરોનાના નિયમોનો ભંગ

|

Jan 08, 2022 | 6:27 PM

થરાદના ગાયત્રી વિદ્યાલય આંજણા બોર્ડિંગ ખાતે યોજાયેલા સત્કાર સમારંભમાં કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યાં.

બનાસકાંઠા (banaskantha) ના થરાદમાં (tharad) ભાજપના (bjp) સાંસદ પરબત પટેલની (parbat patel) હાજરીમાં જ કોરોનાના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો. થરાદના ગાયત્રી વિદ્યાલય આંજણા બોર્ડિંગ ખાતે યોજાયેલા સત્કાર સમારંભમાં કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યાં.નવનિયુક્ત સરપંચો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટરોનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.અને સામાજિક અંતરનો ભંગ થતો જોવા મળ્યો હતો.એટલું જ નહીં ભાજપના નેતાઓ જ માસ્ક વિના જોવા મળતા અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

મહેસાણામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમનો ભંગ

મહેસાણા (Mehsana)ના ખેરાલુમાં કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ટુર્નામેન્ટ (night Tournament) દરમિયાન ભાજપના નેતાઓએ (BJP leader) કોરોનાના નિયમો (Corona rules)ને નેવે મુક્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

મહેસાણાના ખેરાલુમાં યોજાયેલા કાર્યક્રમના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરની હાજરીમાં નિયમોનો કેવી રીતે સરેઆમ ભંગ થઈ રહ્યો છે. મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુનામેન્ટના ઓપનિંગ કાર્યકમમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉમટ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યાં હતા.

આ પણ વાંચો : BHARUCH : કોરોનાના કેસની સંખ્યામાં વધારા સાથે તંત્ર એલર્ટ બન્યું, 57 ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા

આ પણ વાંચો : Ahmedabad : નિકોલમાં ડૉગ-બર્થ ડે પાર્ટીમાં કોરોના નિયમોનો ભંગ, પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા

Next Video