Breaking Video: બનાસકાંઠાના પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈ ડેમનું પાણી 1થી 4 સપ્ટેમ્બર સુધી નહી મળે

Breaking Video: બનાસકાંઠાના પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈ ડેમનું પાણી 1થી 4 સપ્ટેમ્બર સુધી નહી મળે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 2:11 PM

બનાસકાંઠાના પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈનું પાણી નહીં મળે. મળતી માહિતી અનુસાર 1થી 4 સપ્ટેમ્બર સુધી ધરોઈ જૂથ યોજનાનો પાણી સપ્લાય બંધ કરવામાં આવશે. પાલનપુરના દાંતાના આંબાઘાટા પર પાઇપલાઇનની કામગીરીના કારણે સપ્લાય બંધ રહેશે. પાણી પુરવઠા વિભાગે નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને આ અંગે સૂચના આપી છે.

Banaskantha : બનાસકાંઠાના પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈનું પાણી નહીં મળે. મળતી માહિતી અનુસાર 1થી 4 સપ્ટેમ્બર સુધી ધરોઈ જૂથ યોજનાનો પાણી સપ્લાય બંધ કરવામાં આવશે. પાલનપુરના દાંતાના આંબાઘાટા પર પાઇપલાઇનની કામગીરીના કારણે સપ્લાય બંધ રહેશે. પાણી પુરવઠા વિભાગે નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને આ અંગે સૂચના આપી છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગે નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને સૂચના આપી છે.

આ પણ વાંચો : Banaskantha : સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ, આકેસણના ગ્રામજનોએ કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું, જુઓ Video

તો આ તરફ બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે. ત્યારે વરસાદ ખેંચાવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લામાં મગફળી, બાજરી, ગવાર અને ઘાસચારો સહિત અંદાજિત 4 લાખ હેક્ટરમાં પાકનું વાવેતર કરાયું છે. જિલ્લામાં સીઝનનો માત્ર 20 ટકા વરસાદ થયો છે. જે ખેડૂતોએ પ્રથમ વરસાદના ભરોસે વાવેતર કર્યું હતું તેમને હવે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લામાં પાણીનું સ્તર નીચું છે. પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામ અને ધાનેરા સહિતના તાલુકામાં સિંચાઈના પાણી માટેની યોગ્ય વ્યવસ્થા નથી. તો પાણી ન મળવાને કારણે પાક બળી જવાની ભીતિ સેવાઈ છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">