Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: નડાબેટમાં ઝીરો પોઈન્ટ સુધી ફરી થઈ શકશે સીમા દર્શન, તહેવારોના પગલે ટુરિઝમ વિભાગ દ્વારા વધુ બસ દોડાવાનો પણ નિર્ણય

Banaskantha: નડાબેટમાં ઝીરો પોઈન્ટ સુધી ફરી થઈ શકશે સીમા દર્શન, તહેવારોના પગલે ટુરિઝમ વિભાગ દ્વારા વધુ બસ દોડાવાનો પણ નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 2:06 PM

રક્ષાબંધન અને જન્માષ્ટમીનો પર્વ નજીકમાં જ છે. જેને ધ્યાનમાં રાખીને નડાબેટ પર સીમા દર્શન શરુ કરવામાં આવ્યુ છે.16 ઓગસ્ટથી આ સીમા દર્શન બંધ કરવામાં આવ્યું હતું. જો કે હવે ટુરિઝમ વિભાગ દ્વારા બોર્ડર પર ઝીરો પોઇન્ટ સુધી ફરી સીમા દર્શન શરૂ કરવામાં આવ્યુ છે.

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ (Nadabet Indo-Pak Border) હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અહીં સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. અહીં લોકો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે.જ્યાં પ્રવાસીઓ અટારી બોર્ડર અને વાઘા બોર્ડરની જેમ જ BSFના જવાનોનો જુસ્સો અને દેશભક્તિના દર્શન કરી શકે છે. ત્યારે નડાબેટ પર સીમા દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઝીરો પોઇન્ટ સુધી ફરી સીમા દર્શન શરૂ માટે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Breaking Video: કચ્છના જખૌ બંદર પાસેથી મળ્યો બિનવારસી સેલ, એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી

રક્ષાબંધન અને જન્માષ્ટમીનો પર્વ નજીકમાં જ છે. જેને ધ્યાનમાં રાખીને નડાબેટ પર સીમા દર્શન શરુ કરવામાં આવ્યુ છે.16 ઓગસ્ટથી આ સીમા દર્શન બંધ કરવામાં આવ્યું હતું. જો કે હવે ટુરિઝમ વિભાગ દ્વારા બોર્ડર પર ઝીરો પોઇન્ટ સુધી ફરી સીમા દર્શન શરૂ કરવામાં આવ્યુ છે. સીમા દર્શન માટે નડાબેટ ખાતેથી 10થી વધુ બસો દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ નડાબેટથી બસોમાં મુસાફરી કરી શકશે.

ગુજરાતનો દરિયાઇ માર્ગ અને જમીની માર્ગનો મોટો ભાગ પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જોવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">