Banaskantha : સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ, આકેસણના ગ્રામજનોએ કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું, જુઓ Video
ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી. સ્થાનિકોએ રજૂઆત કરી કે ગામના 3000 જેટલા વૃક્ષોના ભોગે બની રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવે.
Banaskantha : પાલનપુર (palanpur) નગરપાલિકા ગંદા પાણીના નિકાલ માટે આકેસણ ગામે સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાની તૈયારીમાં છે. જો કે આ પ્લાન્ટ માટે આકેસણ ગામના ગૌચરમાં આવેલા 3000 જેટલા વૃક્ષો પણ કાપવા પડે તેવી પરિસ્થિતિ છે. બીજી તરફ વૃક્ષોને બચાવવા માટે ગ્રામજનો છેલ્લા સાત દિવસથી ગામમાં ધરણા કરી રહ્યા છે.
આ પણ વાંચો Accident Video : બનાસકાંઠાના થરાદમાં પૂરપાટ જતી ટ્રક સીધી દુકાનમાં ઘુસી, ઘટના CCTVમાં થઇ કેદ
તંત્ર તરફથી આ મુદ્દે કોઈ ગંભીરતા નહીં દાખવતા આખરે ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી. સ્થાનિકોએ રજૂઆત કરી કે ગામના 3000 જેટલા વૃક્ષોના ભોગે બની રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવે. સાથે જ ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી કે જો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અટકાવવામાં નહીં આવે તો આ મુદ્દે ગ્રામજનો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખખડાવશે.
તો વહીવટી તંત્ર તરફથી કેલેક્ટરે પણ ગ્રામજનો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે આ ગંભીર મુદ્દો હોવાથી નગરપાલિકાનું, શહેરીજનોનું અને સ્થાનિકોનું હિત જળવાય તે દિશામાં નિર્ણય લેવાશે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો