બનાસનો ગઢ કોણ જીતશે? BJP-Congress વચ્ચે જામી જોરદાર જંગ

|

Mar 22, 2024 | 9:03 AM

બનાસકાંઠા લોકસભાની બેઠક પર ટક્કર બરાબરની જામી છે. કોંગ્રેસ અને ભાજપ બંનેએ અહીં મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. બંને ઉમેદવારો વચ્ચે ટક્કર વધતી જઇ રહી છે અને બનાસકાંઠાના ગઢ પર ઝંડો લહેરાવવા માટે બંને રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બદલાશે એવી ચર્ચાઓ પણ છેડાઇ ગઇ છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બનાસકાંઠા લોકસભાની બેઠક પર ટક્કર બરાબરની જામી છે. રાજ્યની નજર પણ હવે બનાસકાંઠા તરફ મંડરાઇ રહી છે. અહીં બંને ઉમેદવારો મહિલાઓ છે. ભાજપે ડો રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે. આમ બંને મહિલાઓ મજબૂતાઇથી મેદાનમાં સામે આવ્યા હોય એવો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો

બનાસકાંઠામાં ભાજપે શિક્ષિત યુવા મહિલાને મેદાને ઉતાર્યા છે અને જેને લઈ અલગ માહોલ રચાયો હોય એમ ભાજપ માને છે. તો કોંગ્રેસ મહિલા ધારાસભ્યને મેદાને ઉતારીને મજબૂત ઉમેદવાર ઉતાર્યા હોવાનું માની રહી છે. બંને પક્ષોએ હવે પ્રચાર પણ શરુ કર્યો છે અને પ્રચારનો ધમધમાટ શરુ થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:03 am, Fri, 22 March 24

Next Video