NCP: પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીનું વિવાદાસ્પદ નિવેદન, આજે નાનામાં નાનો કોન્સ્ટેબલ સ્વિફ્ટ કાર લઈને ફરે છે

NCP: પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીનું વિવાદાસ્પદ નિવેદન, આજે નાનામાં નાનો કોન્સ્ટેબલ સ્વિફ્ટ કાર લઈને ફરે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 3:47 PM

ભાવનગરમાં આયોજિત મિટિંગમાં એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ દ્વારા પોલીસને લઇને આ નિવેદન આપવામાં આવ્યું હતું. સિનિયર અધિકારીઓ પર પણ નિશાન સાધ્યું.

એનસીપી કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે તેવું અત્યારે નક્કી મનાય છે તેમ છતાં રાજ્યમાં એનસીપીએ પણ વિધાનસભાની ચૂંટણી (Assembly elections) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ (બોસ્કી) એ આજે ભાવનગર (Bhavnagar) પશ્ચિમમાં ભીખાભાઈ જાજડીયાનાં નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે ત્યાં હાજર કાર્યકરો અને સમર્થકોને સંબોધ્યા હતા.

જોકે મિટિંગના સંબોધન વખતે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ દ્વારા પોલીસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે નાનામાં નાનો પોલીસ કોન્સ્ટેબલ (Police constable) સ્વિફ્ટ કાર લઈને ફરે છે, એક સમયે બસમાં બેસવા માટે માટે હાથ ઊંચા કરતાં હતાં આજે આઠ નવ લાખની કાર લઈને ફરે છે. તેમણે ગાડીમાં ગોરખધંધા ચાલતા હોય તેવો પણ આક્ષેપ કર્યો હતો.

જયંત બોસ્કીનો આ વીડિયો બહાર આવ્યા બાદ tv9 દ્વારા તેનો સંપર્ક કરતાં તેમણે ફરી વખત આ વાત ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે આ સાચી જ વાત છે. તેમણે એમ પણ કહ્યું છે કે અમને ફરિયાદ મળી છે કે પોલીસની ગાડી આવે છે અને લોકો પાસેથી પૈસા પડાવે છે.

તેમણે કહ્યું કે સરકારના સિનિયર અધિકારીઓએ આવા પોલીસવાળા સાચા છે કે ખોટા તેની તપાસ કરવી જોઈએ. હું આ બાબતે ગૃહમંત્રીનું પણ ધ્યાન દોરીશ. જાહેરમાં પણ કહીશ અને લેખીતમાં પણ કહીશ.

પોલીસ વિભાગ પર પણ સવાલ ઊભા કરતાં જણાવ્યું કે આ પોલીસ વિભાગની જવાબદારી છે કે કોઈ તેમના નામની ગાડીઓનો ખોટી રીતે ઉપયોગ ન કરે અને કાળા કાચવાળી આવી ગાડીઓમાં જે ગોરખધંધા ચાલે છે તેની તપાસ કરવી જોઇએ.

આ પણ વાંચોઃ JAMNAGAR: મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની નિમણૂક, અગાઉથી પત્ર લીક થઈ જતાં કોંગ્રેસની આબરુ ગઈ

આ પણ વાંચોઃ ગીર સોમનાથ : કોંગ્રેસની સરકાર બન્યા બાદ સરકારી અધિકારીઓનો અમે હિસાબ કરીશું : વિમલ ચુડાસમા

g clip-path="url(#clip0_868_265)">