Banaskantha: આરોગ્ય વિભાગની કાર્યવાહી, ડીસામાં 3 ડૉક્ટરના સોનોગ્રાફી મશીન કરાયા સીલ, જુઓ Video
બનાસકાંઠાના ડિસામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે. 3 ડૉક્ટરના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે. તપાસમાં ક્ષતિઓ જણાતા કાર્યવાહી કરવામાં આવી.
Banaskantha: ડીસામાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ડીસામાં ત્રણ ડોક્ટરના સોનાગ્રાફી મશીન આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરાયા છે. તપાસમાં ટેક્નિકલ બાબતોમાં ક્ષતિઓ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ડૉક્ટર હાજર ન હોવા છતાં સોનોગ્રાફી મશીનનો રૂમ ખુલ્લો હતો. જે બાદ સમગ્ર વાત સામે આવી છે. ડૉક્ટરની બેદરકારી સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્યના 23 ડેમો હાઇએલર્ટ પર, આગામી 7 થી 10 જુલાઇ દરમ્યાન ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ મહેસાણામાં પણ આ પ્રકારે ગર્ભ પરીક્ષણનું કરનામું સામે આવ્યું હતું. જેને લઈને તંત્રએ સખત કાર્યવાહી કરી હતી. જેને લઈ આરોગ્ય વિભાગે 14 સ્ટિંગ ઓપરેશન કર્યા જેમાં 14 તબીબોને નોટિસ ફટકારવામાં આવી હતી. ડમી દર્દી મોકલીને સ્ટિંગ ઓપરેશન કર્યા જેમાં તબીબોનો સફેદ કોટ પહેરી કાળા કામ કરતાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તબીબો સામે તવાઈ બોલાવવામાં આવી.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
