બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, આંદોલનની આપી ચીમકી, જુઓ

|

May 20, 2024 | 4:23 PM

બનાસકાંઠા જિલ્લાના સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યાઓ જોવા મળી રહી છે. જેને લઈ સ્થાનિકો અને ખેડૂતોએ હવે સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે, મે મહિના અંત પહેલા કેનાલમાં પાણી છોડવામાં આવે. કેનાલમાં પાણી છોડવામાં આવેતો વિસ્તારના અનેક ગામડાઓમાં સિંચાઈ સહિતની રાહત સર્જાય એમ છે.

એક તરફ કાળઝાળ ગરમી વરસી રહી છે, બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યાઓ જોવા મળી રહી છે. જેને લઈ સ્થાનિકો અને ખેડૂતોએ હવે સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે, મે મહિના અંત પહેલા કેનાલમાં પાણી છોડવામાં આવે. કેનાલમાં પાણી છોડવામાં આવેતો વિસ્તારના અનેક ગામડાઓમાં સિંચાઈ સહિતની રાહત સર્જાય એમ છે.

ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતુ અને પાણી છોડવાની માંગ કરી હતી. જો પાણી કેનાલમાં નહીં છોડવામાં આવે તો, આંદોલનનો માર્ગ અપનાવાશે એવી ચીમકી પણ આપી છે. કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ધાનેરા વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલના પાણી આપવામાં આવે એ માટેની રજૂઆત ખેડૂતોએ આવેદન પત્ર આપીને કરી હતી.

 

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video