બનાસકાંઠાના ( Banaskantha) દિયોદરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરના જાહેર માર્ગ પર બે આખલા યુદ્ધ કરતા જોવા મળ્યા છે. આ આખલા યુદ્ધના દ્રશ્યો આંબલીવાળા વિસ્તારના છે. દિયોદરના જાહેર માર્ગ પર આખલા યુદ્ધ સર્જાતા રાહદારીઓમાં પણ ભયનો માહોલ વ્યાપ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : Banaskantha : પાલનપુરથી આબુરોડ જતો માર્ગ ભયજનક બન્યો, સુરક્ષા નિયમોની દરકાર વગર બ્રિજની કામગીરીથી વાહનચાલકોને હાલાકી
આ રખડતા આતંક સામે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે. રખડતા ઢોર સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેટલાંકના જીવ પણ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર વિવિધ વિસ્તારમાં આખલા યુદ્ધ જોવા મળે છે. ક્યાંક તો કોઇને જીવ ગુમાવવો પડે છે. કોઇને નુકસાન વેઠવું પડે છે. કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તંત્રએ કાર્યવાહી કરવી જરૂરી છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો