AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી, ડેમની જળસપાટી 580.50 ફૂટ પર પહોંચી

Banaskantha: દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી, ડેમની જળસપાટી 580.50 ફૂટ પર પહોંચી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 5:48 PM
Share

ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહી રહી છે.દાંતીવાડા ડેમમાં 63,556 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. વરસાદ અને પાણીની આવકના કારણે ડેમની જળસપાટી 580.50 ફૂટ પર પહોંચી ગઈ છે.

Banaskantha: રાજ્યમાં સાર્વત્રીક ધોધમાર વરસાદ (Heavy rainfall) વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહી રહી છે.દાંતીવાડા ડેમમાં 63,556 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. વરસાદ અને પાણીની આવકના કારણે ડેમની જળસપાટી 580.50 ફૂટ પર પહોંચી ગઈ છે. પાણીની આવક અને જળસપાટીમાં વધારો થતા તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. બાલારામ અને વિશ્વેશ્વર નદીમાં પાણીની આવક વધતા ડેમમાં નવા નીર આવ્યા છે.

સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયો છલકાયા

રાજ્યમાં સારા વરસાદના કારણે લોકોને મુશ્કેલી તો છે. પરંતુ પાણીની સમસ્યા હલ થઇ જશે. કારણ કે, રાજ્યના ઘણા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 6 લાખ 54 હજાર 680 ક્યુસેક નોંધાઈ છે. તો ઉકાઇ ડેમ અને ધરોઇ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. તે જ રીતે ભાદર ડેમ, મેશ્વો જળાશય પણ ભરાવા આવ્યા છે. તો મોક્તેશ્વર અને હસનાપુર ડેમ પણ છલોછલ થઇ ગયા છે. તો દાંડીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. જ્યારે ઉકાઇ ડેમના છ દરવાજા ખોલી 84 હજાર ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે. હાલ ડેમની સપાટી 335.51 ફૂટ પર પહોંચી છે. ડેમની જળસપાટી ભયજનક સપાટીથી સાડા નવ ફૂટ દૂર છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">