Ambaji માં ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, દર્શન કરવા ભક્તો ઉમટ્યા

| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:35 PM

.નવરાત્રિના પાવન પર્વમાં મા અંબાના દર્શને લાખો માઈ ભક્તો ઉમટી પડશે.આ તરફ નવરાત્રિને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મંદિરમાં બે વર્ષ બાદ અખંડ ધૂન યોજાશે.સાથે ભક્તો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત, અમદાવાદ સહિતના શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.

ગુજરાતમાં(Gujarat)  શક્તિપીઠ અંબાજીમાં(Ambaji) વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ કરવામાં આવી.ચૈત્રી નવરાત્રીનો(Chaitri Navratri)  પ્રારંભ થતાં શક્તિ અને ભક્તિના પર્વમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા.ગબ્બર પર્વત પર મા અંબાની જ્યોતના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી.માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના સમયે મંદિરના વહીવટદાર અને પૂજારી ઉપસ્થિત રહ્યા.નવરાત્રિના પાવન પર્વમાં મા અંબાના દર્શને લાખો માઈ ભક્તો ઉમટી પડશે.આ તરફ નવરાત્રિને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મંદિરમાં બે વર્ષ બાદ અખંડ ધૂન યોજાશે.સાથે ભક્તો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત, અમદાવાદ સહિતના શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.

નવરાત્રીના 9 દિવસનું મહત્વ

નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો :   ગુજરાતમાં ખાતરનો ભાવ વધારા અંગે કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

આ પણ વાંચો : Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો