Banaskantha: ડીસાના માલગઢ ગામમાં ધર્મ પરિવર્તને લીધો જીવ, ઘરના મોભીએ કર્યો આપઘાત
એઝાઝ નામાન શખ્સે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી તમામ લોકોને અલગ રહેવા લઈ ગયો હતો. યુવતીના માતા અને ભાઈનું બ્રેઇન વોશ કરીને તેમના જ ઘરે નમાજ પઢવા લાગ્યો હતો જ્યારે પરિવારે યુવકને નમાજ પઢવાનું ના કહેતા તેમને ધર્મ અંગીકાર કરવાની વાત કરી હતી.
બનાસકાંઠાના (banaskantha) ડીસાના માલગઢ (Deesa)ગામમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા ઘરના મોભીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિધર્મી યુવકે યુવતીની માતા અને પુત્રનું ધર્મ પરિવર્તન કરાવતા યુવતીના પિતાએ આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પૂર્વ પોલીસ મથકે પાંચ આરોપી સામે ગુનો નોંધાયો છે. પિતાએ પુત્ર, પુત્રી અને પત્નીને પરત માંગ્યા તો ધર્મ પરિવર્તન (Conversion of religion) કરવાનું કહી રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી. ઘટના કંઈક આવી છે, વિધર્મી યુવકે રસાણની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એઝાઝ નામાન શખ્સે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી તમામ લોકોને અલગ રહેવા લઈ ગયો હતો. યુવતીના માતા અને ભાઈનું બ્રેઇન વોશ કરીને તેમના જ ઘરે નમાજ પઢવા લાગ્યો હતો જ્યારે પરિવારે યુવકને નમાજ પઢવાનું ના કહેતા તેમને ધર્મ અંગીકાર કરવાની વાત કરી હતી.
ડીસા તાલુકાના રાજપુર ગવાડી ગામના શખ્સે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન કરી ત્રણેને અલગ રહેવા લઈ રૂ.25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
પરિવારમાં ધર્મ પરિવર્તન થતા પિતાને દુખ લાગી આવ્યું હતું અને તેમની લાગણી ઘવાતા પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો.
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
