Banaskantha Breaking News : ભાભર-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 26, 2023 | 11:17 PM

ભાભરના ગોસણ નજીક ભાભર-રાધનપુર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વધુ બે લોકોના પણ સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે અકસ્માતની આ ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. માળી સમાજના એક જ પરિવારના લોકો ધાર્મિક પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

Banaskantha : બનાસકાંઠામાં વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. ભાભર-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વધુ બે લોકોના પણ સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે અકસ્માતની આ ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે.

આ પણ વાંચો Banaskantha: દિયોદરમાં આખલાએ 2 વ્યક્તિને અડફેટે લીધા, સારવાર દરમિયાન એકનું મોત, જુઓ Video

ભાભરના ગોસણ નજીક ભાભર-રાધનપુર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માળી સમાજના એક જ પરિવારના લોકો ધાર્મિક પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત થયા છે.

મૃતકોમાં એક બાળકી, એક મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. તો ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિ સારવાર હેઠળ છે. મૃતદેહોને પીએમ અર્થે ભાભરની સરકારી હોસ્પિટલમા ખસેડાવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 26, 2023 07:30 PM