Banaskantha : ડીસા – થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત, જુઓ Video
રાજ્યમાં કેટલીક વાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસા - થરાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. રામપુર ગામના આધેડનું કારની અડફેટે મોત નિપજ્યું છે.
રાજ્યમાં કેટલીક વાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસા – થરાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. રામપુર ગામના આધેડનું કારની અડફેટે મોત નિપજ્યું છે. આધેડના મૃતદેહને ડીસા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. જ્યારે ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા નજીક હાઈવે પર સર્જાયો અકસ્માત
તો બીજી તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો છે. કણઝાર ચોકડી પાસે કાર અને પશુઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જ્યાં 4 પશુઓમાંથી 2ના મોત, 2 ઈજાગ્રસ્ત, જ્યારે કાર ચાલક ઘાયલ થયો છે. કાર ચાલકને સામાન્ય ઈજા થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયો છે. તેમજ 2 ઈજાગ્રસ્ત પશુઓને એનિમલ કેર ગ્રૂપે રીફર કર્યા છે. અકસ્માતના પગલે હાઇવે પર લોકોના ટોળા એકત્ર થયા હતા. પૂર ઝડપે આવતી કારે પશુઓને અડફેટે લીધાં હતા.
Latest Videos