Gujarati Video : ગેરકાયદે બાંધકામ મુદ્દે રાજકોટના બાલાજી મંદિર ટ્રસ્ટને ઝટકો, હાઇકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બાંધકામ રખાશે સ્થગિત

Gujarati Video : ગેરકાયદે બાંધકામ મુદ્દે રાજકોટના બાલાજી મંદિર ટ્રસ્ટને ઝટકો, હાઇકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બાંધકામ રખાશે સ્થગિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 3:39 PM

રાજકોટ (Rajkot) બાલાજી મંદિરના વિવાદ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ બાંધકામ મુદ્દે રિપોર્ટ સોંપ્યો છે.

Rajkot : રાજકોટમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે બાલાજી મંદિર ટ્રસ્ટને (Balaji Mandir Trust) ઝટકો મળ્યો છે. હાઇકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બાંધકામ સ્થગિત રાખવા જણાવવામાં આવ્યુ છે. જિલ્લા કલેક્ટરે પરિસરમાં થયેલા વૃક્ષછેદન અંગે ટ્રસ્ટ સામે કાર્યવાહીનો આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટરે મંદિરનું બાંધકામ મંજૂરી વગર શરૂ કરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ કર્યો છે. શિક્ષણ વિભાગ હસ્તગતની જમીન પર બાંધકામ થયાનો હુક્મમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચો-Ahmedabad : શાહીબાગ સકિઁટ હાઉસ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે બેઠક યોજી, કઠોળ અને ખાદ્યતેલના ભાવ અંકુશમાં રાખવા અંગે થઇ ચર્ચા

રાજકોટ બાલાજી મંદિરના વિવાદ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ બાંધકામ મુદ્દે રિપોર્ટ સોંપ્યો છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ પણ સ્થળ તપાસ હાથ ધરી. સમગ્ર વિવાદ મામલે હાઇકોર્ટ દ્વારા કલેક્ટરને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. 4 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવશે.

મહત્વનું છે કે બાલાજી મંદિરના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ છે. જે તે સમયે રાજ્ય સરકારે બાલાજી મંદિરને શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપી હતી. જેનો એક માત્ર હેતુ શિક્ષણકાર્યની હતો. પરંતુ શ્રદ્ધાળુઓનો આરોપ છે કે જગ્યા મળ્યા બાદ મંદિર સંચાલકોએ બાળકો માટેના ગ્રાઉન્ડમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે. RMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પણ હજુ સુધી ટ્રસ્ટને બાંધકામ માટે કોઇ જ મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">