રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં તલની આવક સામે ભાવ ગગડયા, જુઓ Video

રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં તલની આવક સામે ભાવ ગગડયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 10:18 PM

રાજકોટના ધોરાજીના સરદાર પટેલ માર્કેટયાર્ડમાં તલની આવક થઈ છે. તલની આવક સામે ભાવ ગગડતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે પ્રતિ મણ તલના ભાવ 2700થી 2800 હતા જે એક જ અઠવાડિયામાં ઘટીને 2500 રૂપિયા થયો છે.

Rajkot: ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટયાર્ડમાં તલની આવક નોંધાઈ છે. જો કે તલની આવક સામે તલના ભાવ ગગડતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે પ્રતિ મણ તલનો ભાવ 2700થી 2800 રૂપિયા હતો. જે એક જ અઠવાડિયામાં ઘટીને 2500 રૂપિયા થઈ ગયો. એટલે કે એક જ અઠવાડિયામાં પ્રતિમણ તલના ભાવમાં 200થી લઈને 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓની મિલીભગતને કારણે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત, મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો

હાલના સમયમાં ખેડૂતોની મોટામાં મોટી મુશ્કેલી તેના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવાની છે. ખેડૂતોને તેમના ખર્ચ જેટલી પણ આવક નહીં મળતી હોવાની વાત તેમણે કરી છે. કોઈ એક પાક નહીં પરંતુ શાકભાજી ફળ કઠોળ તમામ ખેતીની આ જ પ્રકારની સ્થિતિ છે. ખેડૂતનો પાક જ્યાં સુધી માર્કેટમાં પહોંચે ત્યાં સુધી તેના ભાવો આસમાને પહોંચે છે પરંતુ તેનો લાભ ખેડૂતે થતો નથી. રાજકોટમાં પણ આવી જ સ્થ્તિ છે. તલના ભાવમાં 200થી લઈને 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેમાં વેપારીઓની મિલીભગત હોવાના આક્ષેપો કરાયા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">