Gujarati Video: રાજકોટના બાલાજી મંદિર વિવાદને લઇને કલેક્ટરે શરૂ કરી તપાસ, કલેક્ટર બંને પક્ષોને નોટિસ આપી રૂબરુ સાંભળશે
રાજકોટ (Rajkot) જિલ્લા શિક્ષણાધિકારીના રિપોર્ટ બાદ કલેક્ટરે તપાસ શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર બંને પક્ષોને નોટિસ આપી રૂબરું સાંભળશે. સમગ્ર વિવાદની તપાસ માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવશે.
રાજકોટમાં બાલાજી મંદિર વિવાદને લઈ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીના રિપોર્ટ બાદ કલેક્ટરે તપાસ શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર બંને પક્ષોને નોટિસ આપી રૂબરુ સાંભળશે. સમગ્ર વિવાદની તપાસ માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવશે. આ ત્રણ સભ્યોની ટીમમાં DILRના અધિકારી અને સર્વેયર રહેશે. આ કમિટી સ્થળ પર રૂબરુ જઈ તપાસ હાથ ધરશે.
મહત્વનું છે કે સમગ્ર બાલાજી મંદિર વિવાદ મામલે હાઈકોર્ટે કલેક્ટરને તપાસનો આદેશ આપ્યો છે. 4 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવશે. બાલાજી મંદિરના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ છે. જે તે સમયે રાજ્ય સરકારે બાલાજી મંદિરને શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપી હતી. જેનો એક માત્ર હેતુ શિક્ષણકાર્યની હતો, પરંતુ શ્રદ્ધાળુઓનો આરોપ છે કે જગ્યા મળ્યા બાદ મંદિર સંચાલકોએ બાળકો માટેના ગ્રાઉન્ડમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે. RMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પણ હજુ સુધી ટ્રસ્ટને બાંધકામ માટે કોઇ જ મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…