બગસરાનું સ્વામીનારાયણ મંદિર આવ્યુ વિવાદમાં, સંતો દ્વારા બાળકને સાધુ બનવા બ્રેઈન વોશ કર્યુ હોવાનો આરોપ

|

Jun 10, 2024 | 7:41 PM

અમરેલીના બગસરાનું નવુ સ્વામીનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. આ મંદિરના બે મહંતોએ એક કિશોરને સાધુ બનવા માટે બ્રેઈનવોશ કર્યુ હોવાનો આરોપ તેના પરિવારે લગાવ્યો છે. વર્ષોથી સ્વામીનારાયણ મંદિર સાથે સંકળાયેલા પરિવારે મંદિરના સંતો સામે આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમરેલીના બગસરાનું નવું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યુ છે. જ્યાના 2 સંતોએ એક કિશોરને સાધુ બનાવવા માટે બ્રેન વોશ કર્યુ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો. પરિવાર વર્ષોથી નવા સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા છે. અને કિશોર તેના સોશિયલ મીડિયા વિભાગમાં કામ કરતો હતો.

કિશોરને પહેલી વાર ભગાડી ઈડરના ખોભળા ખાતે લઈ જવામાં આવ્યો હતો..જ્યાં તેને પરિવારથી દૂર રહેવા માટે બ્રેઈન વોશ કર્યુ હોવાનો પણ આરોપ લગાવ્યો. જેને પરિવારે સમગ્ર ઘટનાને લને 10 એપ્રિલે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બંને સંતોને મંદિરમાંથી હટાવવા માગ કરી હતી.જાણવાજોગ ફરિયાદ બાદ કિશોર પરત આવી ગયો હતો અને બાદમાં પણ ફરી કિશોરને ભગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો

પરિવારના આક્ષેપ બાદ બંને મહંતો સામે સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પરિવારને બંને સંતોને હટાવવા અંગેની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આ બાદ પણ કંઈ કાર્યવાહી ન કરતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જ્યારે TV9 ગુજરાતીએ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા હ તેમણે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો.

આ પણ વાંચો: અમરેલીમાં સતત બીજા દિવસે પડ્યો સાવરકુંડલા, રાજુલાના ગ્રામ્ય પંથકમાં પડ્યો ધોધમાર વરસાદ- Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video