Gujarati Video : રાજકોટના રેસકોર્ષ બાબા બાગેશ્વરધામના કાર્યાલયની શરૂઆત, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોડાયા

| Edited By: | Updated on: May 20, 2023 | 9:19 AM

1 અને 2 જૂનના રોજ રાજકોટમાં (Rajkot) બાબા બાગેશ્વરનો કાર્યક્રમ છે. 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દરબાર ભરાશે.

આગામી 26 મેથી 3 જૂન સુધી બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય દરબાર યોજશે. 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં (Rajkot) બાબા બાગેશ્વરનો કાર્યક્રમ છે. 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દરબાર ભરાશે. ત્યારે બાબા બાગેશ્વરધામના ગુજરાતના કાર્યક્રમને લઇને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Gujarati Video : સુરેન્દ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપાયો

રાજકોટના રેસકોર્ષ ખાતે બાબા બાગેશ્વરધામના કાર્યાલયની શરૂઆત કરાઇ છે. કાર્યાલયની શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે આ કાર્યક્રમ હિન્દુ સનાતન ધર્મનો છે. આ કાર્યક્રમનો રાજકીય વિરોધ ન થવો જોઇએ. જો કોઇ શહેરમાં આ કાર્યક્રમનો રાજકીય વિરોધ થાય તો તે દુ:ખની વાત છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની સુરતથી શરૂઆત થશે. સુરતમાં 26મેથી બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાશે. સુરતના કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી લઇ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં વીવીઆઇપીનો પણ અહીં જમાવડો થાય તેવી શક્યતા છે. સુરત બાદ 29 મેના રોજ અમદાવાદ અને 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો