Rs 2000ની નોટ પરના નિર્ણય પર અમદાવાદ અને રાજકોટના લોકોની પ્રતિક્રિયા, જુઓ Video
RBI દ્વારા કરાયેલા નિર્ણયને અનુસાર 23મેથી 30 સપ્ટેમ્બર સુધી 2 હાજરની નોટ બદલી શકાશે. આ અંગે અમદાવાદ અને રાજકોટના કેટલાક વેપારીઓની પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક લોકોએ આ નિર્ણયને સારો ગણાવ્યો તો કેટલાક લોકોને આ નિર્ણય બાદ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું પણ જણાવ્યુ
રૂપિયા 2 હજારની નોટ 30 સપ્ટેમ્બર બાદ ચલણમાં નહીં રહે તેવી RBIએ જાહેરાત કરી છે. 2000ની નોટ પર મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રિઝર્વ બેંક 2000ની નોટને સર્કુલેશનમાંથી પાછી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. અમદાવાદના લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. જો કે ,RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. આરબીઆઈએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.
આ પણ વાંચો : 2000 રૂપિયાની નોટ બંધ થવાના આ છે 5 મોટા કારણો, જાણો સંપૂર્ણ વિગતો
બેન્કમાં રેગ્યુલર સર્વિસમાં કોઈપણ જાતની અસુવિધા ઊભી ના થાય અને તે માટે 2000ની નોટ બદલાવવાની તારીખ 23 મે , 2023થી શરૂ થશે અને બેંકમાં 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો જમા કરાવી શકાશે. એટલે કે જનતાને 5 મહિના જેટલો સમય મળશે. 4 મહિનામાં તમામ લોકોએ 2 હજારની નોટ જમા કરાવવી પડશે. આ બાબત અંગે અમદાવાદ અને રાજકોટમાં મધ્યમ વર્ગીય લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું ફરીથી લાઈનમાં તો ઊભું જ રેવું પડશે. નાના વેપારીઓ પર આડ અસર જોવા મળશે તેવું પણ કહ્યું. વેપારીઓ કહે છે કે બ્લેક મની અટકાવવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે તો કેટલાક લોકો કહે છે કે સરકારે આ પહેલા નોટબંધી કરી હતી, પરંતુ તેનો ખાસ કોઈ ફાયદો નહીં થયો હોવાનું જણાવ્યુ હતું.
અમદાવાદ અને રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો