બગદાણા ગુરુ આશ્રમમાં ટ્રસ્ટીની નિમણૂકનો વિવાદ વકર્યો, ચર્ચા માટે મળેલી બેઠકમાં આગેવાનોને આમંત્રણ ન મળ્યાનો દાવો- Video

બગદાણા ગુરુ આશ્રમમાં ટ્રસ્ટીની નિમણૂકનો વિવાદ વકર્યો, ચર્ચા માટે મળેલી બેઠકમાં આગેવાનોને આમંત્રણ ન મળ્યાનો દાવો- Video

| Edited By: | Updated on: Nov 20, 2026 | 7:54 PM

ભાવનગરના બગદાણામાં આવેલા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની નિમણૂકનો વિવાદ હવે વકર્યો છે અને નિમણૂકની માગ સાથે કોળી સમાજના આગેવાનો અને સ્થાનિકોની બેઠક મળી. જેમા નવનિત બાલધિયા, ચિરાગ ઝાલા સહિતના આગેવાનો બેઠકમાં સામેલ થયા હતા.

લાખો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર સમા બગદાણાના ગુરુ આશ્રમના ટ્રસ્ટીની નિમણૂકનો વિવાદ વકરી રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો પણ બગદાણાના બજરંગ દાસ બાપાને શ્રદ્દાપૂર્વક માને છે. હવે કોળી સમાજના આગેવાનો અને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે તેમને બગદાણા આશ્રમની અંદર ટ્રસ્ટીમંડળમાં સ્થાન મળવુ જોઈએ. હવે આ જ માગને લઈને કોળી સમાજના આગેવાનો અને સ્થાનિકોની બેઠક મળી હતી. જેમા બગદાણા આશ્રમના જ સેવક નવનિત બાલધિયા, ચિરાગ ઝાલા સહિતના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ અંગે જ્યારે ટ્રસ્ટીને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે અમને આગેવાનો દ્વારા બેઠક અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. બેઠકમાં કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પિન્ટુ કોળી સહિતના આગેવાનો પણ જોડાવાના છે.

જો કે બગદાણા ધામમાં દાયકાઓથી સેવા કરનારા કોળી સમાજના મહિલાઓ, પુરુષો અને યુવાનો એવુ કહી રહ્યા છે આ વિવાદ ખરેખરમાં ઉભો કરાયો છે. તેમને વિવાદ સાથે કંઈ જ લેવા દેવા નથી અને આસ્થાના ધામમાં આ પ્રકારની રાજકીય રોટલા શેકવા અંગેની ખેંચતાણ ન થવી જોઈએ. બગદાણાએ શ્રદ્ધાનું કેન્દ્ર છે તેને રાજકીય અખાડો ન બનાવવુ જોઈએ.

વધુમાં આશ્રમ સાથે જોડાયેલા સ્થાનિક આગેવાનોનું કહેવુ છે કે અહીં જે લોકોને બાપાના આશીર્વાદ લેવા છે અથવા તો ખરા અર્થમાં સેવા કરવાનો ભાવ દિલમાં હોય તેમણે જ આગળ આવવુ જોઈએ. ખરા દિલથી સેવા કરનારાઓને ટ્રસ્ટી મંડળમાં સ્થાન મળે કે ન મળે તેની સાથે કોઈ લેવાદેવા નથી. સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા શ્રદ્ધાના ધામમાં આ પ્રકારનો વિવાદો ઉભા કરવાથી સનાતનની ભાવનાને ઠેંસ પહોંચે છે. જો કોઈ કોળી સમાજના આગેવાનોને ટ્રસ્ટમાં જોડવાથી લોકોને ફાયદો થતો હોય, લોકોની શ્રદ્ધા અકબંધ રહેતી હોય તો તે લોકોને ટ્રસ્ટમાં જોડવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આ બાબતે ટ્રસ્ટને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ.

કોકેઈનનો નશો, નાની યુવતી સાથે લગ્ન,…. ધૂરંધરમાં બતાવ્યો તેના કરતા તો ક્યાંય લેવિશ લાઈફ જીવે છે દાઉદ, FBI ના પૂર્વ એજન્ટનો દાવો

Follow Us
Loading...
Unable to load recommendations.