Gujarati Video : વડોદરાના દિવ્ય દરબારમાં બાબાએ કર્યા ‘ઇકબાલ કડીવાલા’ના વખાણ, જાણો કેમ

| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:46 PM

બાબાના દરબારમાં મુસ્લિમની પ્રશંસાની વાત સામે આવતા ઇકબાલ કડીવાલા ચર્ચામાં આવ્યો છે. બાબાએ‘ઇકબાલ કડીવાલા’ના વખાણ કર્યા હતા. તેમની સેવાના બાબાએ સ્ટેજ પરથી વખાણ કર્યા હતા.

Vadodara: હિંદુત્વનો મંચ એટલે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર માનવામાં આવે છે. બાબાના દરબારમાં વિધર્મીઓ પર પસ્તાળ અને સનાતન ધર્મનો પ્રચાર થતો હોય છે. જોકે વડોદરામાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક એવા વ્યક્તિની પ્રશંસા કરી જેને લઇને હાજર સૌ કોઇ આશ્ચર્યમાં મુકાયા હતા. આ વ્યક્તિનું નામ હતું ઇકબાલ કડીવાલા. બાબાના દિવ્ય દરબારમાં જાહેર મંચ પરથી એક મુસ્લિમ અગ્રણીની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી અને આ પ્રશંસા ખુદ બાબા બાગેશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારના આયોજનમાં સહાયક ભૂમિકા ભજવવા બદલ ઇકબાલ કડીવાલાના વખાણ કર્યા અને ઇકબાલ કડીવાલાની વિરોધીનો મ્હો પર થપ્પડ સાથે સરખામણી કરી.

જે દિવ્ય દરબારમાં માત્ર સનાતન ધર્મની જ વાત હોય, જ્યાં માત્ર હિંદુ રાષ્ટ્રના નિર્માણનો જ હુંકાર હોય, ત્યાં જો કોઇ મુસ્લિમ અગ્રણીની પ્રશંસા થાય તો ચોક્કસ નવાઇ લાગે. કંઇક આવુ જ થયું વડોદરામાં આયોજીત બાબાના દિવ્ય દરબારમાં. બાબાના મુખે પોતાની પ્રશંસા બાદ ઇકબાલ કડીવાલાએ TV9 સાથે ખાસ વાતચીત કરી અને દિવ્ય દરબારની ઘટનાને પોતાનો જીવનનો અવિસ્મરણીય અનુભવ ગણાવ્યો. એટલું જ નહીં ઇકબાલ કડીવાલાએ લવ જેહાદની ઘટનાને વખોડીને, હિંદુ રાષ્ટ્રનો હુંકાર કર્યો.

આ પણ વાંચો : પાકિસ્તાનથી 200 માછીમારોનો છુટકારો, 5 જૂને વડોદરા સ્ટેશને પહોંચશે

મહત્વનુ છે કે ઇકબાલ કડીવાલા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક સરકારી અધિકારી છે. જેઓ વડોદરા નજીક વસવાટ કરે છે અને જન્મથી જ હિંદુ ધર્મથી પ્રભાવિત છે. તેઓએ કથા-પારાયણ પણ કરાવે છે અને હોસ્પિટલમાં મા અંબાની આરતી સાથે ગણેશજીની સ્થાપનામાં પણ અગ્રેસર ભૂમિકા ભજવતા હો છે. ત્યારે આ ઘટના બાબાના વિરોધીઓને એક જડબાતોડ જવાબ સમાન ગણવામાં આવી રહી છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 04, 2023 07:45 PM