Breaking News : CNG ભાવ વધારો, અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદમાં CNGના ભાવમાં રૂપિયા 3.75નો વધારો થતાં રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને વિરોધ નોંધાવી સબસિડી આપવા અને ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી છે.
અમદાવાદમાં CNG ગેસના ભાવ વધારાને લઈને રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રૂપિયા 3.75ના ભાવ વધારા સાથે CNGનો જૂનો ભાવ રૂપિયા 85.01થી વધીને રૂપિયા 88.76 થયો છે. આ ભાવ વધારાની સીધી અસર રિક્ષાચાલકોના રોજિંદા ખર્ચ પર પડી રહી છે, જેના કારણે તેમની કમાણી સામે ખર્ચનો બોજ વધ્યો હોવાનો આક્ષેપ અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે.
યુનિયન દ્વારા CNG પર સબસિડી આપવાની અને વારંવાર થતા ભાવ વધારા પર નિયંત્રણ લાવવાની સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વર્તમાન ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની પણ અપીલ કરાઈ છે. રિક્ષા એસોસિએશનના પ્રમુખે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો CNGનો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે.
રિક્ષાચાલકોનું કહેવું છે કે CNGના ભાવ વધારાથી રિક્ષા ભાડાં વધારવાની ફરજ પડશે, જેનો સીધો બોજ જાહેર જનતા અને પેસેન્જર પર પડશે, જે તેઓ ઇચ્છતા નથી. આથી, સરકાર રિક્ષાચાલકોને CNGમાં સબસિડી આપે તે અત્યંત જરૂરી છે.
રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ, જુઓ
