ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા, સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોમાં એલર્ટ જાહેર કરાયુ

|

Sep 13, 2022 | 8:32 AM

નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. પાણીનું સ્તર મેઇન્ટેન કરવા ઓવરફ્લો (Overflow) કરવામાં આવે તેવી શક્યતા છે.

સુરેન્દ્રનગરનો (Surendranagar) ધોળીધજા ડેમ છલોછલ થઈ ગયો છે. ડેમ 99.14 ટકા ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોને તંત્રએ એલર્ટ (Alert)  કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો ( Dholidhaja dam) થવાથી ભોગાવો નદીમાં તેનું પાણી આવવાની શક્યતા હોઈ તંત્ર સતર્ક બન્યું છે. ધોળીધજા ડેમની કુલ ક્ષમતા 20 ફુટ છે.જેની સામે હાલ 19.14 ફુટ થી વધુ પાણી છે.નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે.પાણીનું સ્તર મેઇન્ટેન કરવા ઓવરફ્લો (Overflow) કરવામાં આવે તેવી શક્યતા છે.

નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાકીદ

તો બીજી તરફ ચોટીલા તાલુકાનો (Chotila Taluka) ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ 100 ટકા ભરાઈ જતાં 0.10 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેને પગલે ત્રિવેણી ઠાંગા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામનાં લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અને નદીના ભાગમાં અવર-જવર ન કરવા અને માલ-મિલકત અને ઢોરને સલામત સ્થળે લઈ જવા માટે તાકીદ કરવામાં આવી છે.

Next Video