Breaking News : અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 300થી વધારે પાકિસ્તાની નાગરિક, એક્ઝિટ પરમિશન બાદ અટારી બોર્ડરથી પરત મોકલાશે, જુઓ Video

Breaking News : અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 300થી વધારે પાકિસ્તાની નાગરિક, એક્ઝિટ પરમિશન બાદ અટારી બોર્ડરથી પરત મોકલાશે, જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2025 | 2:37 PM

પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા તેજ છે. શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 300થી વધારે નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક દિવસમાં 9 પાક નાગરિકોને એક્ઝિટ પરમિશન અપાઈ છે.

પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા તેજ છે. શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 300થી વધારે નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક દિવસમાં 9 પાક નાગરિકોને એક્ઝિટ પરમિશન અપાઈ છે. 30થી વધુ નાગરિકોની એક્ઝિટ પરમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક્ઝિટ પરમિશન મળ્યા બાદ એક જ રુટથી જઈ શકશે.

અટારી-વાઘા બોર્ડર પરથી જ પાકિસ્તાનીઓને પરત મોકલાશે. જે નાગરિક ભારત નહીં છોડે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા અલ્ટીમેટમ આપ્યું છે. 27 એપ્રિલ સુધીમાં પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડવા આદેશ આપ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા નાગરિકોને 29 તારીખ સુધી પાકિસ્તાન પરત જવા માટે આદેશ આપ્યો છે.

હર્ષ સંઘવીએ ઘુસણખોરોને આપી ચેતવણી

હર્ષ સંઘવીએ ગેરકાયદે રહેતા તમામ લોકોએ આગામી બે દિવસમાં સામેથી પોલીસ સ્ટેશનમાં સરન્ડર કરવાની ચેતવણી આપી છે.  નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે.જે લોકો ઘુસણખોરને આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે. બંગાળના બોગસ ડોક્યુમેન્ટના આધારે દેશ અને અલગ અલગ રાજ્યમાં તેમજ ગુજરાતમાં આવેલા લોકોના ડોક્યુમેન્ટની તપાસ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો