મહેસાણાઃ PM મોદીને સરપંચે પત્ર લખી દબાણોની રજૂઆત કરી, R&B ના અધિકારીઓ દોડતા થયા! જુઓ
ઊંઝાના ઉનાવામાં દબાણો હટાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગામના સરપંચે દબાણો દૂર નહીં થતા હોવાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેના ચાર જ દિવસમાં જ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાના ઉનાવામાં દબાણો હટાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગામના સરપંચે દબાણો દૂર નહીં થતા હોવાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેના ચાર જ દિવસમાં જ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઊંઝા તાલુકાના ઉનાવા ગામમાં થઈને સ્ટેટ હાઈવે પસાર થાય છે. જેની બંને બાજુઓ સહિત ગામમાં દબાણો વધી ગયા હતા. વધતા દબાણોને લઈ આખરે હવે વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો હતો. જેના ચાર દિવસમાં જ રાજ્યના માર્ગ-મકાન વિભાગની ટીમો દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી. હાઈવેની બંને તરફ નિયમ મુજબની ખુલ્લી જગ્યા છોડવાને બદલે શેડ અને ઓટલાઓ બાંધીને દબાણ કરવાને લઈ કાર્યવાહી કરી દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
Published on: May 25, 2024 02:23 PM
