ભાવનગર (Bhavnagar) જિલ્લામાં 15થી 17 વર્ષના કિશોરોને રસીકરણ (Vaccination)નો 75 ટકા સુધીનો લક્ષ્યાંક પૂર્ણ થયો છે. બાકી વધતા 25 ટકા એટલે કે 11 હજાર જેટલા સગીરો એવા છે કે જેમણે હજુ રસી લીધી નથી. આવા સગીરોમાં રસીકરણને લઈ નીરસતા જોવા મળી રહી છે. પરિણામે તંત્રને 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક સિદ્ધ કરવો મુશ્કેલ બન્યો છે.
સમગ્ર ગુજરાતમાં 15થી 17 વર્ષની ઉંમર ધરાવતા તરુણો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર જિલ્લામાં પણ કિશોરો મોટા પ્રમાણમાં રસીકરણ કરાવે તેવુ આયોજન કરાવમાં આવ્યુ છે. શરુઆતના સમયમાં ભાવનગર શહેરમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. હવે ભાવનગર શહેરની તમામ શાળાઓમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં મોટાભાગની સ્કૂલમાં વિદ્યાર્થીઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યુ છે. 15થી 17 વર્ષની ઉંમર ધરાવતા 75 ટકા કિશોરોને રસી આપવાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે, પરંતુ બાકી રહેતો 25 ટકા લંક્ષ્યાંક પૂર્ણ થઈ રહ્યો નથી.
ઘણા કિશોરો એવા પણ છે કે જેમણે શાળાઓ છોડી દીધી છે અથવા કોરોનાને કારણે શાળામાં આવતા નથી અથવા કોઈ કારણોસર શાળામાં અભ્યાસ જ કરતા નથી આવા કિશોરોને શોધીને તેમનું રસીકરણ કરવુ ભાવનગર કોર્પોરેશન માટે અઘરુ થઈ રહ્યુ છે. આવા 11 હજાર કિશોર-કિશોરીનું રસીકરણ કરવા માટે ભાવનગર કોર્પોરેશન કામ કરી રહ્યુ છે. કિશોરોના રસીકરણ માટે વધુમાં વધુ જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. મહાનગરપલિકા તરફથી આવા સગીરોની યાદી બનાવી ડોર ટુ ડોર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- On This Day: 2001માં ગુજરાતના ભુજમાં ધરા ધ્રુજી હતી, હજારો લોકોના થયા હતા મૃત્યુ, જાણો 26 જાન્યુઆરીનો ઈતિહાસ